તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી, બીલીમોરા સહિત રેલવે સ્ટેશનોએ 10 પુસ્તક પરબ શરૂ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સ્વામી વિવેકાનંદજીની 157મી જન્મજયંતી નિમિત્તે લોકોની વાંચન પ્રત્યેની રુચિ વધે અને અને વાંચન પ્રત્યે પ્રેરાય તે હેતુથી નવસારીના સાંસદ સી.આર.પાટીલ દ્વારા નવસારી, બીલમોરા સાથે તેમના મતક્ષેત્રમાં આવતા રેલ્વે સ્ટેશનોએ રવિવારથી 10 જેટલી પુસ્તક પરબ શરૂ કરી હતી.

લોકોને સારું અને ઉત્તમ વાંચ મળી રહે તેવા શુભ આશયથી નવસારીના સાંસદ સી.આર. પાટીલે સુરત રેલવે સ્ટેશનથી લઇ બીલીમોરા રેલવે સ્ટેશન સુધી પ્લેટફોર્મ પર પુસ્તક પરબ શરૂ કરી છે. સ્વામી વિવેકાનંદની 157મી જન્મજયંતી નિમિત્તે આ પ્રસંગ ખૂબ સૂચક છે. વિવેકાનંદજી વિશેના વિવિધ પુસ્તકો, મહાન વ્યક્તિઓના જીવન ચરિત્રો, વિજ્ઞાન, સામાજિક, ટેકનોલોજી જેવા બહુમુખી વિષયો પરનાં પુસ્તકો સ્ટેશન પર બૂક સેલ્ફ પર ગોઠવાયેલા આ પુસ્તકોનો લાભ લેવા જણાવ્યું હતું. સી.આર .પાટીલે પુસ્તક પરબ વિશે સમજણ આપી લોકોને સહકાર આપવાનું કહ્યું હતું. સાંસદ દ્વારા સુરતમાં 2, ઉધનામાં 2, ભેસ્તાનમાં 1, સચિન 1, મરોલી 1, નવસારી 1, અમલસાડ 1, બીલીમોરા 1 એમ 10 પરબ શરૂ કરી છે.

સાંસદ પાટીલ દ્વારા નવસારી, બીલીમોરા ખાતે પુસ્તક પરબ શરૂ કરી ત્યારે અગ્રણીઓ હાજર રહ્યા હતા. નવસારીમાં 110 જેટલા પુસ્તકો હાલ મુકવામાં આવ્યા છે. આ પુસ્તકો લોકો ત્યાં વાંચી શકે છે તથા ઘરે લઈ જઈ વાંચી પરત આપી જઈ શકે છે એવી વ્યવસ્થા કરાઈ છે. હાલ આ પરબો માટેના ખર્ચ સાંસદ સી.આર. પાટીલ ઉઠાવી રહ્યા છે પરંતુ ડોનરો પણ આગળ આવ્યાનું જાણવા મળ્યું છે.

નવસારીની પુસ્તક પરબ

પુસ્તકો ખૂટતા, બીજા મુકીશું
લોકો હવે પુસ્તકો વધુ વાંચતા નથી. આ માટે સમય મળે લોકો પુસ્તક વાંચે તે માટે આ ‘પરબ’ શરૂ કરી છે. જેમ પુસ્તકો ખૂટતા જશે તેમ અમે મુકતા જઈશું. લોકો ઘરે પણ લઈ જઈ અનુકૂળતાએ પરત મુકી શકે છે. સી.આર. પાટીલ, સાંસદ, નવસારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો