તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajpipla News Rahul Gandhi Will Raise The Issue Of Sou And Narmada Scheme Victims 073506

SOU અને નર્મદા યોજનાના અસરગ્રસ્તોનો મુદ્દો રાહુલ ગાંધી સંસદમાં ઉઠાવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. હાલ પ્રવાસીઓને આકર્ષવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ અન્ય પ્રોજેક્ટો આકાર લઈ રહ્યા છે. અગાઉ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાંથી સ્થાનિકોના લારી ગલ્લા તંત્ર દ્વારા હટાવી દેવતા ભારે વિરોધ થયો હતો. આદિવાસીઓ સરકાર વિરુદ્ધ હાઇકોર્ટમાં પણ ગયા છે. બીજી બાજુ નર્મદા યોજનાના અસરગ્રસ્તો વર્ષોથી પોતાની વિવિધ માંગને લઈને લડત લડી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સ્થાનિક આદિવાસીઓ દ્વારા થતો વિરોધ અને નર્મદા યોજનાના અસરગ્રસ્તોની લડતનો મુદ્દો હવે રાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે. ત્યારે રાહુલ ગાંધીના નજીકના ગણાતા મિનાક્ષી નટરાજન અસગ્રસ્તોની મુલાકાતે આવ્યા હતા.

નર્મદા જિલ્લાના કેવડીયા કોલોનીમાં નર્મદા યોજનાના 6 ગામોના અસરગ્રસ્તોની મુલાકાતે રાહુલ ગાંધીના એકદમ નજીકના ગણાતા અને કિચન બિનેટના સભ્ય એવા કોંગ્રેસ નેતા મધ્યપ્રદેશના પૂર્વ સાંસદ મીનાક્ષી નટરાજને ગ્રામજનો સાથે મુલાકાત કરતા તંત્રમાં દોડધામ મચી છે. તેઓએ અહીંયાં નર્મદા યોજનાના અસરગ્રસ્તોના ગામો પૈકી કેવડીયા, વાગડિયા, નવાગામ, લીમડી, કોઠી, ગોરા વિગેરે ગામના આગેવાનો સાથે મુલાકાત કરી મજનોની આપવીતી સાંભળી હતી. મિનાક્ષી નટરાજને ગ્રામજનો પાસેથી જમીન મુદ્દાથી લઈ રોજગારી સહિત અનેક મુદ્દે રજુઆત સાંભળી હતી.

અન્ય સમાચારો પણ છે...