તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંસદા અને ચીખલીને સતાવતા પ્રશ્નો વિધાન સભામાં ઉઠાવાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા 14મી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્ર દરમિયાન બજેટની ચર્ચાના અનુસંધાને દિવ્ય ભાસ્કર દ્વારા ઉજાગર કરેલા વાંસદા-ચીખલીના અતિ મહત્વના પ્રાણ પ્રશ્નોને વાચા આપી બજેટ સામે નારાજગી દર્શાવી બજેટની પોલ ખોલી હતી.

બજેટના પ્રથમ દિવસે જ ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ચર્ચામાં જણાવ્યું કે પશુપાલન વિભાગમાં નિઃશુલ્ક પશુ સારવારની યોજનામાં માત્ર 27 કરોડની જોગવાઈ કરી હતી તે સંદર્ભમાં જણાવ્યું હતું કે નવસારી જિલ્લામાં પશુ દવાખાના મૃતપાય અવસ્થામાં છે. પશુના ડોક્ટરો પૂરતા પ્રમાણમાં નથી અને ડોક્ટરો અને સારવારના અભાવે પશુઓ મૃત્યુ પામે છે. પશુપાલકે કમાતો પુત્ર ગુમાવ્યો હોય એવી વેદના સહન કરવી પડે છે.

ગ્રા. પંચાયતોને સ્વચ્છતાના નામે લાખોની ગ્રાંટ ફાળવવામાં આવે છે. અગાઉના વર્ષોમાં કચરા નિકાલ માટે અપાયેલ સાઈકલો ભંગારોમાં જોવા મળતી હોય ટ્રેક્ટરો આપવા જોઈએ, રસ્તાની અને પુલોની વાતો માં તેમના મત વિસ્તારોમાં ૨૨૨ જેટલા કાચાથી પાકા રસ્તા બનાવ્યા નથી એ બાબતે ધ્યાન આપવામાં આવે તો ખેડૂતોને લાભ થશે. નવસારી જિલ્લાને ધુમાડા રહિત જિલ્લો જાહેર કર્યો છે ત્યારે છાત્રલાયોમાં ચૂલા સળગાવવા પડતા હોય ગેસની વ્યવસ્થા કરવા રજૂઆત કરી હતી. આરોગ્ય માટે કરોડો રૂપિયા સરકારે ફાળવ્યા છે પરંતુ ગામડાના પીએચસી સીએચસીમાં પુરતા સાધનો નથી, પૂરતા પ્રમાણમાં ડોક્ટરો નથી તેમજ વાંસદા વિધાનસભા મતવિસ્તારમાં બ્લડ બેન્કની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. તદુપરાંત અનેક પ્રાથમિક પ્રશ્નો લોકહિતમાં ધારાસભ્યએ ઉઠાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો