તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફૂટપાથ પર ખુરશી- સોફા મૂકીને વેચાણ કરનારા સામ ગુનો દાખલ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સોનગઢમાં ફૂટપાથ પર છેલ્લા કેટલાક સમયથી કબજો જમાવી ખુરશી અને સોફાનું વેચાણ કરતા ઈસમ સામે પોલીસે જાતે ફરિયાદી બની ગુનો દાખલ કરતા નગરમાં ફૂટપાથ કબ્જે કરી ધંધો કરતા લોકોમાં ફફડાટ ઉભો થયો હતો.

સોનગઢના મુખ્ય ગૌરવપથ પર છેલ્લા ઘણા સમયથી કેટલાક ઈસમો ગેરકાયદે કબજો જમાવી વિવિચ ચીજવસ્તુઓનું વેચાણ કરતા આવેલ છે. આ ફૂટપાથ ખરેખર રાહદારીઓ અને પગપાળા અવરજવર કરતા લોકો માટે ખુલ્લી રાખવાની હોય છે, આમ છતાં કેટલાક ઈસમો પાલિકાની મહેરબાની હેઠળ ફૂટપાથ પર કબજો જમાવી દીધા બાદ ધંધો કરતા હતા. સોનગઢના રેસ્ટહાઉસ પાસે આવેલ ફૂટપાથ પર પણ શકીલ નામદાર પટેલે 12 જેટલી ખુરશીઓ અને સોફા વેચાણ કરવા અર્થે ગોઠવી દીધા હતા અને લોકો માટે અડચણ ઉભી કરી હતી. સોનગઢ પોલીસે તાત્કાલિક પગલાં ભરી શકીલ પટેલ સામે આઇપીસી કલમ સેક્શન નંબર 283 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી હતી. અત્રે નોંધનીય છે કે સોનગઢ વીર સાવરકર શોપિંગ સેન્ટરની સામેના ભાગમાં પણ કેટલાક ફ્રૂટની લારીવાળાઓ એ કબ્જો કરી રાખ્યો છે અને અહીંથી પસાર થતા સામાન્ય લોકો સાથે દાદાગીરી કરતા આવ્યા છે, ત્યારે પાલિકા અને પોલીસ આવા તત્વો સામે કડક કાર્યવાહની માંગ ઉભી થવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો