Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાપી ચણોદમાં રહેતા યુવકને ઓવરટેક મુદ્દે મોપેડ ઉપર બેસાડી
વાપી ચણોદમાં રહેતા યુવકને ઓવરટેક મુદ્દે મોપેડ ઉપર બેસાડી ચાર લોકો સેલવાસના એક ખુલ્લા મેદાનમાં લઇ ગયા હતા. જ્યાં તેને હોકી અને બેઝબોલ તેમજ ઢીકમુકીનો માર મારી તેઓ ફરાર થઇ ગયા હતા. જે અંગે પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે.
ચણોદ કોલોની ખાતે રહેતો રોશન વિજય કુશવાહા 7 જાન્યુઆરીના રોજ કોલોની શિવ મંદિરની પાછળથી બાઇક પર જઇ રહ્યો હતો. તે સમયે બાઇકને ઓવરટેક કેમ કર્યો કહી આરોપી શ્રીકેશ ઉર્ફે પોલુ રાકેશ સિંગ રહે.ડુંગરા હરિયા પાર્ક અને આરોપી વિકાસ ઉર્ફે મલિક પાંડે રહે.લવાછા એ બાઇક અટકાવી ફરિયાદીને એક્ટીવા ઉપર બળજબરીથી વચ્ચે બેસાડી સેલવાસ લઇ ગયા હતા. જ્યાં બંને આરોપીએ તેને હોકી અને બેઝબોલથી માર માર્યો હતો. બે સાગરીતો પણ ત્યાં આવી જઇ ઢીકમુકીનો માર મારી તમામ ત્યાંથી ફરાર થઇ ગયા હતા. રોશને જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આરોપી શ્રીકેશ અને વિકાસની ધરપકડ કરી છે.