તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીપલા વિલેજ કપ ક્રિકેટ ટુર્નામાં પુંજ્યાસાથ ટીમ વિજેતા થઈ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મરોલી કાંઠા વિસ્તારમાં દીપલા ગામમાં માનવમિત્ર સેવા ગ્રુપ દીપલા દ્વારા દીપલા વિલેજ કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દીપલા ગામની 14 ટીમોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક આર.સી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ફાઈનલ મેચ પુંજ્યાસાથ અને દીપલા-2 ટીમ વચ્ચે રમાઈ હતી. જેમાં પુંજ્યાસાથ ટીમે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરી 10 ઓ‌વરમાં 8 વિકેટ ગુમાવી 148 રન બનાવ્યા હતા. પુંજ્યાસાથ ટીમે આપેલા લક્ષ્યાંકનો પીછો કરતા દીપલા-2 ટીમ 10 ઓવરમાં 110 રન બનાવી શકતા પુંજ્યાસાથ ટીમનો વિજય થયો હતો. વિજેતા ટીમને માનવમિત્ર સેવા ગ્રુપ દીપલાએ ટ્રોફી આપી હતી. જ્યારે બેસ્ટ બોલર આકાશ, બેસ્ટ બેટસમેન હિતેશ, બેસ્ટ ફિલ્ડર અલ્પેશ, મેન ઓફ ધ મેચ હિતેશ, મેન ઓફ ધ સિરિઝ જયદીપ અને જીજ્ઞેશ જાહેર કરાતા તેમને ટ્રોફી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો