તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વહેવલમાં જન આરોગ્ય કાર્ડ કેમ્પ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | પ્રા. આ. કેન્દ્ર વહેવલ દ્વારા 23મી સપ્ટેમ્બરના રોજ આયુષ્માન ભારતની વાર્ષિક ઉજવણીના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારી સુરત અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સુરતના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ કેમ્પનું આયોજન કરેલ હતું. આ ઉપરાંત. પ્રા. આ. કેન્દ્ર વહેવલ કાર્યવિસ્તારના અનાવલ કોષ અને તરકાણી ગામમાં પણ પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડનું બનાવવાની કામગીરી કરવામાં આવી હતી. તેમજ પ્રા. આ. કેન્દ્ર વહેવલ ખાતે વહેવલ સરપંચ સવિતાબહેન બી. પટેલના હસ્તે જન આરોગ્ય કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...