ઉમરગામ વિસ્તારની હરિદર્શન સોસાયટીને ગટર જોડાણ આપો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં આવેલ હરિદર્શન સોસાઇટીની બાજુમાં આવેલ એક સોસાઇટીના કોમન પ્લોટથી ગટર કામ નહીં કરવા દેવાના કારણે છેલ્લા ત્રણ વર્ષથી ગટરનું જોડાણ નહીં થઈ શકતા ગંદા પાણીના નિકાલનો પ્રશ્નથી કંટાળેલા રહીશોએ પાલિકામાં જઈ રજૂઆત કરી.

ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં આવેલ હરિદર્શન સોસાઇટીની કુલ ત્રણ બિલ્ડીંગનું નીકળતું ગંદુ પાણીના નિકાલનો પ્રશ્ન છેલ્લા ત્રણ વર્ષથી ચાલી આવે છે. બિલ્ડીંગ નિર્માણ થયા બાદ શરૂઆતથિજ ચાલી આવતા પ્રશ્નના નિરાકરણ માટે બાજુની સોસાઇટીની હટ હોવાનું જાણવા મળે છે. પાલિકાની ડ્રેનેજને જોડવા માટે બાજુની સોસાઇટીનો કોમન પ્લોટથી ગટર પસાર કરવાની હોય જે માટે બાજુની સોસાઇટીના કેટલાક તત્વો અવરોધ કરી ગટરનું કામનો વિરોધ કરે છે. હરિદર્શન સોસાઇટીના બિલ્ડર સ્વખર્ચે ગટરનું કામ કરી પાલિકાની ગટરને જોડાણ કરવા માટે તૈયાર હોવા છતાં પાડોશના કેટલાક તત્વો કામમાં વિઘ્ન બની ગટરનું કામ થવા નહી દેતા હરિદર્શન સોસાઇટીના રહીશો ગંદકીના કારણે અનેક અગવડો સહન કરી રહિયા છે.