તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપરાડા કોઠાર ગામમાં સોલિડ વેસ્ટ ઠાલવવાના કેસમાં FIRની તજવીજ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કપરાડા તાલુકાના કોઠાર નિશાળ ફળીયાના ગામની વચ્ચોવચ તથા બાજુમાં પ્રા.શાળા આવી હોવા છતાં પણ બિન્દાસ સોલિડ વેસ્ટનો જથ્થો વાપી છીરી ગામના ઇસમે ખાલી કરાવ્યો હતો. ગ્રામજનોએ ત્રણ ટ્રકો અને ડ્રાઇવરોને રંગે હાથ ઝડપી પાડવા છતાં શુક્રવારે સાંજ સુધી આ કેસમાં કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ ન હતી. જોકે મોડી રાત્રે જીપીસીબી ફરિયાદી બનતા નાનાપોઢા પોલીસે ગુનો નોધાવાની તજવીજ હાથ ધરી છે.

નાનાપોંઢા રેંજ ફોરેસ્ટ કોઠાર ગામમાં સોલિડ વેસ્ટનો જથ્થો ઠાલવામાં આવતાં ગામના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો ગયો છે. જેને લઇ ચિંતામાં મુકાયેલા લોકોએ ટ્રકો પકડવા વોચ ગોઠવી હતી. બુધવારે રાત્રે ત્રણ ટ્રકો ખાલી કરવા આવી પહોંચ્યા હતાં. ગ્રામજનોએ નાનાપોંઢા રેંજ ફોરેસ્ટ વિભાગનો સંપર્ક કરતા નાનાપોઢા આર.એફ.ઓ અભિજીતસિંગ રાઠોડ અને તેનો સ્ટાફ સ્થળ પર પહોંચી ડ્રાઇવરો અને ત્રણ હાયવા ટ્રક નં. GJ.15.AV.9192, ન.GJ.15.AV.9291 નં. GJ.15.AT.7349 કબજે લઈ તપાસ હાથ ધરી છે. આ વેસ્ટ વાપીની કઇ કંપનીમાંથી ઠલવાતો હતો કોની ટ્રકો છે, માલિક કોણ છે ઝેરી કચરો છે કેમ જીવ જનતું કે પશુ પક્ષી કે મનુષ્યને નુકસાન થાય છે કે કેમ તે માટે કચરાના સેમ્પલો લઈ કામગીરી હાથ ધરાઇ હતી. જમીન માલિકીની નિકળતા આ કેસ જીપીસીબી સોંપી દેતા જીપીસીબી દ્વારા સોલિડ વેસ્ટ કચરો નાખનાર ઈસમ ઉપર પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. શુક્રવાર સાંજ સુધી ફરિયાદ ન નોંધાતા સંબંધિત વિભાગોની કામગીરી સામે સીધા સવાલો ઉઠી રહ્યાં હતાે.જોકે હોબાળો થતા આખરે નાનાપોઢા પોલીસે જીપીસીબીને ફરિયાદી બનાવી ગુનો નોધવાની તજવીજ હાથ ધરી છે. ટ્રકો અને ડ્રાઇવરો ઝડપી પાડવા છતાં પોલીસ ફરિયાદમાં વિલંભ કેમ થયો ,વાપીની કઇ કંપનીનો વેસ્ટ છે? છીરીના કયા ઇસમોની સંડોવણી છે સહિતના પ્રશ્નો હાલ ઉઠી રહ્યાં છે. નિષ્પક્ષ તપાસ થશે કે પછી માત્ર કાગળ પર તપાસ રહી જશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.વાપીની કંપની વારંવાર કપરાડાના ગામોમાં વેસ્ટ ઠાલવી રહી છે.આવી કંપની સામે સખત કાર્યવાહી થાય તેવી ગ્રામજનોની પ્રબળ માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો