તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગણદેવી કેનિંગ ફેકટરીમાં સ્વદેશી પીણાનું ઉત્પાદન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવી તાલુકા માં આવેલ નવસારી વલસાડ જિલ્લા ફળ અને શાકભાજી સંઘ સંચાલિત કેનિંગ ફેક્ટરીએ તેની અમીધારા પ્રોડક્ટના 6 આરોગ્ય વર્ધક સ્વદેશી પીણા બજારમાં ઉતાર્યા સાથે ચીકુનો પાવડર, ચટણી અને ચાઈનીઝ સોસ પણ બહાર પાડ્યા છે. કેનિંગના સંચાલકોએ જણાવ્યું હતું કે પ્રોડક્ટ નો લાભ ખેડૂતોને પણ થશે.

ગણદેવી ખાતે નવસારી વલસાડ જિલ્લા ફળ અને શાકભાજી સંઘ સંચાલિત કેનિંગ ફેકટરી એ તાલુકાના ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે. હાલ કેનિંગ ફેકટરી દ્વારા ખેત પેદાશો અંતર્ગત તેમની નવી નવી સ્વદેશી પ્રોડક્ટ બજાર માં બહાર પાડી રહી છે. 595 અથાણા, ચટણી સહિત 40 જેટલી વસ્તુઓ બજારમાં વેચાણ માટે મુકવામાં આવી છે. જેમાં વધુમાં ગુરુવારે સવારે મેંગો, આમપન્ના, જમરૂખ, લીચી, ઓરેન્જ, લેમનના 6 પીણા બહાર પાડ્યા છે. જે લોકોની પહેલી પસંદગી બનશે એવો વિશ્વાસ સંચાલકોએ વ્યક્ત કર્યો હતો. આ પીણા હવે લોકોને તે નજીવી કિંમતે મળશે.પત્રકાર પરિષદમાં સંઘના ચેરમેન રાજેશભાઈ પટેલ, ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ નાયક, સીઈઓ મદન સદાવર્તી, ઓ.એસ. દુષ્યંત નાયક અને બોર્ડ ઓફ ડિટેક્ટર તેમજ સહકારી અગ્રણીઓ હાજર રહ્યા હતા. સહકારી અગ્રણી દિપક નાયકે સંઘ, ઉદ્યોગ,વેપાર સ્થિતિ તેમજ રજૂ કરેલા આ નવા પ્રોડક્ટ વિશે માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...