તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેરગામ તાલુકાના ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિનો શુભારંભ કરાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉત્તર પ્રદેશના ગોરખપુરથી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનુ તા. ૨૫મી ફેબ્રુઆરીના મધ્યાન્હે ખેડૂતાર્પણ કરવામાં આવ્યું હતું.જે અંતર્ગત ખેરગામ કુમારશાળામાં પણ તાલુકા કક્ષાના કાર્યક્રમમાં જીવંત પ્રસારણ દ્વારા ઉપસ્થિત મહાનુભાવો ખેડૂતોને પ્રસારણ બતાવાયું હતું.

ગોરખપુર ખાતે કિસાન પ્રમાણપત્ર પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના સુરેશ વસાવાને આપ્યું જ્યારે મોબાઈલ એપથી મોદીજીએ અરજી કરનારા ખેડૂતોને 2,000 રૂપિયાનો પ્રથમ હપતો મુક્ત કર્યો હતો. જે થોડી જ સેકન્ડોમાં ભારત ભરના ખેડૂતોના ખાતામાં જમા થયાનો સંદેશો તેઓના મોબાઇલમાં મળવા લાગ્યો. ખેર ગામના કાર્યક્રમમાં હાજર ખેડૂત જીવણભાઈ છીબાભાઇ પટેલના મોબાઈલમાં પણ 1.18 કલાકે નાણાં જમા થયાનો ત્વરિત સંદેશો મળતા ધરતીપુત્રએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.જેને મામલતદાર, ટીડીઓ વગેરેએ અભિનંદન આપ્યા હતા.‌

ખેરગામ તાલુકાના ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો શુભારંભ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો