તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટીવલમાં ખેરગામ પ્રાથમિક શાળાનું ગૌરવ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખારેલ | જીસીઈઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન નવસારી આયોજિત એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટીવલ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ઇંટાળવા ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી રોહિતભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ ઇનોવેશન ફેસ્ટીવલમાં જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક વિભાગના 42 શિક્ષકોએ પોતાની શાળામાં કરેલા ઇનોવેશન રજુ કર્યા હતા. નવસારી તાલુકાની ખેરગામ પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક સતીષકુમાર આર.પટેલ દ્વારા શાળાના બાળકોમાં કુપોષણ દુર કરવા તેમજ તેમને સ્વસ્થ બનાવવા માટે LET’S STEP TOWARDS HEALTHY AND FIT INDIA ઇનોવેશન રજુ કરવામાં આવ્યું હતું. આ ઇનોવેશનને શરુ કરવા માટે શાળાના શિક્ષકગણ તરફથી સહકાર મળ્યો હતો. આ ઇનોવેશનની રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેસ્ટીવલ માટે પસંદગી કરવામાં આવી છે. આ સિદ્ધિ મેળવવા બદલ શાળાના એસએમસી સભ્યો, સરપંચ, ગ્રામજનો દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો