તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરમપુર નાની વહિયાળમાં રસ્તો બનાવવા ધારાસભ્યને રજૂઆત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધરમપુરના નાની વહિયાળના બંગલા ફળીયાથી મંદિર ફળીયા થઈ નાસિક- ધરમપુર રોડને જોડતા આશરે બે કિમીના બિસ્માર રસ્તાને બનાવવા નાની વહિયાળની વોક ટુ ગેધર્સ ઉમેદભાઈ દોશી સાર્વજનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યએ ધારાસભ્ય અરવિંદભાઈ પટેલને લેખિત રજુઆત કરી છે. નાની વહિયાળની હાઈસ્કૂલ, કુમાર,કન્યા છાત્રાલય, આશ્રમશાળા, પ્રાથમીક શાળા, વર્ગ શાળા સહિતની શૈક્ષણિક સંસ્થા અને પોસ્ટ ઓફિસમાં આવતાજતા ગ્રામજનો, વિદ્યાર્થીઓને ઉપયોગી આ રસ્તાને પ્રાધાન્ય આપી મુ.મં.ગ્રામસડક યોજનામાં બનાવવા આચાર્યએ રજુઆત કરી છે. પૂર્વ સરપંચ દીલીપભાઈ પટેલે જણાવ્યું હતું કે આ રસ્તો થઈ નાશિક/વાપી મુખ્ય રસ્તા ઉપર જવાય છે. ખરાબ રસ્તાને લઈ એક કિમીનો ચકરાવો લેવો પડે છે. જેથી વિદ્યાર્થીઓ, ગામનાં લોકોને મુશ્કેલી પડે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો