બારડોલીમાં પ્રજાપતિ સમાજના 7 જોડાઓ લગ્નગ્રંથીથી જોડાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | બારડોલીનાં કેદારેશ્વર મંદિરે રવિવારના રોજ પ્રજાપતિએ સમાજના સમૂહ લગ્ન યોજાયો હતો. જેમાં 7 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ સમૂહ લગ્નમાં સમાજના આગેવાનોએ 72 જેટલી ઘરવપરાસની વસ્તુઓ કન્યાદાનમાં આપી હતી. પ્રજાપતિએ સમાજના આગેવાન અને સેગવા ખાતે રહેતા ધનસુખભાઈ ભીખાભાઇ પ્રજાપતિએ અને મનહરભાઈ ભીખાભાઇ પ્રજાપતિએ સમૂહ લગ્નમાં આવનાર તમામ મહેમાનોના જમણવારની સુવીધા પૂરી પાડી હતી. સમાજના લોકો અને આગેવાનો 3000 જેટલી સંખ્યામાં હાજરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...