તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajpipla News Power Supply Was Completed After 7 Hours In 98 Villages Of Tilakwad 031053

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તિલકવાડાના 98 ગામોમાં 7 કલાક બાદ વીજપુરવઠો કાર્યાન્વિત થયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તિલકવાડામાં વીજકંપનીના સબ સ્ટેશનમાં શનિવારે મોડી સાંજે ભીષણ આગ ફાટી નીકળ્યાં બાદ તાલુકાના 98 ગામમાં અંધારપટ છવાઇ ગયો હતો. ટ્રાન્સફોર્મરમાં ઓઇલના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં તિલકવાડાથી 30 કીમી દુર આવેલાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી ફોમ ભરેલો લાયબંબો બોલાવવામાં આવ્યો હતો. સાંજે છ વાગ્યે લાગેલી આગ 10 વાગ્યે કાબુમાં આવી હતી. આગમાં 132 કેવીનું ફીડર ભસ્મીભુત થઇ ગયું હતું પરંતુ 66 કેવીનું ફીડર સલામત હોવાથી તેના પર જોડાણ આપી રાત્રિના 1 વાગ્યાથી તમામ 98 ગામોમાં વીજપુરવઠો રાબેતા મુજબ કરાયો હતો. જો કે હજી ખેતી વિષયક લાઇન ચાલુ થઇ ન હોવાથી ખેડૂતોને હજી વીજ પુરવઠો મળ્યો નથી. આગ બુઝાવવામાં ચાર બંબા ભરીને પાણીનો વપરાશ થયો હતો.

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં વીજકંપનીનું સબ સ્ટેશન આવેલું છે. જેમાં શનિવારે સાંજે 6 વાગ્યાના અરસામાં આગ ફાટી નીકળી હતી. ટ્રાન્સફોર્મરમાં ઓઇલ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને જોતજોતામાં આખા તાલુકાના 98 ગામોમાં વીજપુરવઠો ખોરવાઇ ગયો હતો. તિલકવાડામાં અગ્નિશમનની સુવિધા નહિ હોવાથી કેવડીયા અને રાજપીપળાથી ફાયર ફાયટર્સ બોલાવાયાં હતાં. તેઓ આવે તે પહેલા આગ બેકાબુ બની હતી. ઓઇલના કારણે આગ બુઝાવવા માટે ફોમની જરૂરીયાત હોવાથી તિલકવાડાથી 30 કીમી દુર આવેલાં કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ફોમ ભરેલો બંબો મંગાવવામાં આવ્યો હતો. સાંજે 6 વાગ્યે લાગેલી આગ રાત્રિના 10 વાગ્યે કાબુમાં આવી હતી. આગમાં 132 કેવીનું ફીડર બળી જતાં વીજકંપનીને મોટુ આર્થિક નુકશાન થયું હતું. ચાર લાયબંબાની મદદથી પાણી છાંટી આગ કાબુમાં લેવાય હતી. ઘટના બાદ સુરત વડી કચેરીથી પણ ટીમ દોડી આવી હતી. તિલકવાડાના તમામ ગામોનો વીજપુરવઠો શરુ થયો પરંતુ એગ્રિકલચર લાઈનો હજુ પણ બંધ હોવાથી ખેડૂતોને તકલીફ વેઠવી પડશે. આગ લાગવાનું અને કેટલું નુકસાન થયું એ કારણ હજુ જાણી નથી શકાયું પરંતુ સર્વે કામગીરી શરુ કરવામાં આવી છે.

66 કેવીનું ફીડર કાર્યરત હોવાથી રહેણાંક વિસ્તારોને વીજળી પુરી પાડી શકાય
તિલકવાડામાં અગ્નિશમન સુવિધાનો અભાવ : 30 કિમી દૂરથી બંબા આવ્યાં
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો