તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાનહમાં લોકસભાની સીટ માટે મતદાન 23મી એપ્રિલે છે. ચૂંટણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાનહમાં લોકસભાની સીટ માટે મતદાન 23મી એપ્રિલે છે. ચૂંટણી આયોગ દ્વારા સંઘપ્રદેશ દાદરા નગર હવેલીને સંવેદનશીલ પ્રદેશ તરીકે માન્ય કર્યું છે. જેને ધ્યાનમા લઇ ચૂંટણી આયોગ તરફથી નિયુક્ત જનરલ ચૂંટણી ઓબ્ઝર્વર જી.એચ.ખાન દ્વારા પ્રદેશના અંતરિયાળ વિસ્તાર ખાનવેલની કેટલીક પટેલાદો,દાદરા અને ડોકમરડી જેવા પોલિંગ બુથોનુ નિરીક્ષણ કર્યું હતંુ.

અધિકારીઓને ચૂંટણી સંબંધી જાણકારીઓ મેળવી હતી. રેકોર્ડના આધારે પ્રશાસન દ્વારા સંવેદનશીલ મતદાન કેન્દ્રોની વ્યવસ્થાની ચકાસણી કરી હતી. પોલિંગ પાર્ટીઝ અને પ્રિસાઇડીંગ ઓફિસર માટે ખાસ ઇવીએમનુ ધ્યાન રાખવુ એમની જવાબદારી છે અને પોલીંગના એક દિવસ પહેલા દુરના વિસ્તારમા ઈવીએમ સાથે જ પૉલીગ સ્ટેશન પર રોકાય,નહિ કે પ્રાઇવેટ ઘરમાં, જો ઇવીએમની સાથે કોઈપણ પ્રકારની છેડછાડ થતી હોય તો સબંધિત વ્યક્તિ વિરૂદ્ધ આવશ્યક અનુસાશન કાર્યવાહી કરવામાં આવશે.

ચૂંટણી પ્રક્રિયા સંબંધિત જો કોઈ પોલીટીકલ પાર્ટી અને ઉમેદવાર કે કોઈ મતદાતાને કોઈપણ પરેશાની થાય તો તેઓ જનરલ ચૂંટણી ઓબ્ઝર્વર જી.એચ.ખાનને વર્તમાન કાર્યાલય પર્યટન વિભાગ,શહીદ ચોક, સેલવાસ એમને ઓફિસ સમયમાં સંપર્ક કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...