દાદરાની મોબાઈલની શોપમાં ચોરીની ફરિયાદ પોલીસે એક અઠવાડિયા બાદ નોંધી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાદરા નગર હવેલીના દાદરા ગામે ગત 2 તારીખના રોજ એક મોબાઈલની દુકાનમા ચોરી થઇ હોવાની ફરિયાદ પોલીસે એક અઠવાડિયા બાદ નોંધી હોવાનુ જાણવા મળ્યુ છે.

દાદરા ગામે વાઘધરા રોડ આવેલ સત્યમ કલેક્શન નામની મોબાઈલની દુકાનના માલિક અરુણ ત્રિલોકનાથ પાઠક જેઓ અહીં ત્રણ વર્ષથી દુકાન ચલાવી રહ્યા છે. જેઓ ગત 2 તારીખના રોજ રાત્રે 10 વાગ્યે દુકાન બંધ કરીને ગયા હતા. બીજા દિવસે સવારે જયારે દુકાન ખોલવા આવ્યા ત્યારે દુકાનનુ શટર ઉંચકાયેલુ જોવા મળ્યુ હતું. અંદર ખોલીને જોતા અંદરનો સામાન વેરવિખેર હાલતમા પડેલો હતો. દુકાનમા જોતા અંદરથી 53 મોબાઈલ, એક એર કુલર, ત્રણ સીલિંગ પંખા અને એક ટેબલફેન, કોમ્પ્યુટર એસેસરી અને ગલ્લામાંથી રોકડ દોઢ હજાર રૂપિયા મળી ટોટલ 82642 રૂપિયાનો મુદ્દામાલ ચોરાઈ ગયા હોવાનુ માલુમ પડયુ હતું. આ અંગે તાત્કાલિક દાદરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસની ટીમ આવી દુકાનમા તેમજ આજુબાજુના વિસ્તારમા તપાસ કરી હતી. આ ઘટનામા દાદરા પોલીસે એક અઠવાડિયા બાદ ફરિયાદ નોંધી આગળની તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે. પોલીસ દ્વારા ઘટનાના એક સપ્તાહ બાદ ફરિયાદ નોંધવા પાછળનું કારણ સમજાતું નથી. પોલીસની આવી નિતીને લઇ લોકોમાં અનેક શંકા છે.

અન્ય સમાચારો પણ છે...