અંકલેશ્વરમાં CISFની ટીમ સાથે પોલીસની ફ્લેગ માર્ચ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર શહેરમાં સીઆઈએસએફની ટીમ સાથે શહેર પોલીસની ફ્લેગ માર્ચ યોજી હતી. સંવેદનશીલ વિસ્તાર તેમજ બુથોથી સ્થાનિક પોલીસે સીઆઈએસએફના જવાનોને વાકેફ કર્યા હતાં.

આગામી લોકસભાની ચૂંટણી કાયદો અને વ્યવસ્થા જણવાય તે માટે સ્થાનિક પોલીસ સાથે કેન્દ્રની સી.આઈ.એસ.એફની ટીમ જિલ્લામાં ફાળવામાં આવી છે. જે પૈકી અંકલેશ્વરમાં 31 જવાનોની એક ટુકડી આવી પહોંચી છે. શહેર પોલીસ મથકના પી.આઈ.એન.એ.ગામીત તેમજ સ્ટાફ સાથે આજરોજ ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. સંવેદનશીલ વિસ્તાર અને બુથ અંગે પોલીસ દ્વારા તેમને વાકેફ કરી વિવિધ વિસ્તારમાં ફુટમાર્ચ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...