તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપીમાં બાઇક પર રાહદારીઓના મોબાઇલ ખેંચનાર 3ની ધરપકડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી જીઆઇડીસી વિસ્તારમાં પલ્સર બાઇક પર આવી રાહદારીઓના હાથમાંથી મોબાઇલ ઝુંટવી ફરાર થનારા ત્રણ બાળકિશોર આરોપીની એલસીબીએ ધરપકડ કરી તેમની પાસેથી 16 મોબાઇલ અને એક બાઇક મળી કુલ રૂ.1.13 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ જીઆઇડીસી પોલીસને સોંપી છે.

વાપી જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન હે.કો.અજય અમલાભાઇને મળેલી બાતમીના આધારે વિનંતીનાકા રોડ ઉપરથી એક બ્લેક પલ્સર બાઇક નં.જીજે-15-બીક્યુ-1729 ઉપર ત્રણ બાળકિશોરને અટકાવી અંગઝડતી કરતા અલગ અલગ કંપનીના મોબાઇલ નંગ-16 કિં.રૂ.58,500 તથા બાઇકની કિં.રૂ.55,000 ગણી કુલ રૂ.1,13,500નો મુદ્દામાલ કબજે કરી તેમની અટક કરાઇ હતી. પુછપરછમાં તેમણે જણાવ્યું હતું કે, દસ દિવસ પહેલા રાતના જીઆઇડીસી ફુવારા સર્કલ પાસે ઉભેલા એક યુવકના હાથમાંથી ઓપ્પો કંપનીનો મોબાઇલ ઝુંટવી તેઓ ડુંગરીફળિયા તરફ ફરાર થઇ ગયા હતા. તેમજ અલગ અલગ દિવસે અંધારૂ થતા જ થર્ડ ફેસ આરતી કંપની રોડ, ગુંજન, વિશાલ મેગામાર્ટ, હરિયા હોસ્પિટલ રોડ, વિનંતીનાકા, સી-ટાઇપ, મહાવીરનગર જેવા વિસ્તારોમાંંથી રાહદારીઓના હાથમાંથી મોબાઇલ ઝુંટવી ફરાર થવાની કબૂલાત આરોપીઓએ કરી છે.

અન્ય સમાચારો પણ છે...