તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાનકૂવામાં ચકલી પપલીનો જુગાર રમતા 6 ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલી તાલુકાના રાનકૂવામાં એલસીબી પોલીસે રાત્રિ દરમિયાન છાપો મારી ખુલ્લા મેદાનમાં બેટરીના અજવાળાથી ચકલી-પપલીનો જુગાર રમતા 6ને ઝડપી પાડ્યા હતા. જ્યારે 9ને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે 9 જેટલી બાઈક સહિત રૂ. 3 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

એલીસીબીએ સોમવારની રાત્રે રાનકૂવા રૂપાલી સ્ટુડિયોની સામે આવેલા મેદાનમાં ટોર્ચના અજવાળામાં ચાર્ટ પેપરમાં ચકલી-પપલીનો જુગાર રમતા 6ને ઝડપી પાડ્યા હતા. જ્યારે 9 જણાંને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે અંગઝડતીના રોકડા 8740, ચિત્ર ઉપર દાવ પરના રૂ. 1320, 4 મોબાઈલ રૂ. 21 હજાર સહિત 9 બાઈક રૂ. 2.65 લાખ મળી કુલ રૂ. 3,00,060નો મુદ્દામાલ કબજે કરી 15 જુગારીયા સામે ગુનો નોંધ્યો હતો.

ઝડપાયેલા જુગારીયાઓ
સેતુભાઈ પાડવી, દશરથ પટેલ, રતિલાલ પટેલ, આશિષ પટેલ, જીગ્નેશ પટેલ અને રમેશ પટેલનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...