તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપી જીઆઇડીસીમાં એક કંપની બહાર પાર્ક કરેલ ટ્રકમાંથી તાડપત્રી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વાપી જીઆઇડીસીમાં એક કંપની બહાર પાર્ક કરેલ ટ્રકમાંથી તાડપત્રી કાપીને તસ્કરો 8.90 લાખના ઇલેક્ટ્રિક સાધનોની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જે અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા આગળની તપાસ હાથ ધરાઇ છે.

વાપી કોપરલી રોડ પર આવેલ નીલા કો.ઓ.સોસાયટીમાં રહેતા અશોક કિશન તાટેએ બુધવારે જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, 5 જાન્યુઆરીની રાત્રિએ કંપનીની ટ્રક નં.એમએચ-24-એયુ-9494 જીઆઇડીસી ફર્સ્ટ ફેસમાં આવેલ વિક્ટોરિયા કેમિકલ કંપની સામે પાર્ક કરાઇ હતી. ચાલકે સવારે જોતા ટ્રક પાછળની તાડપત્રી કપાયેલી હાલતમાં દેખાતા ચોરી થયા હોવાની જાણ થઇ હતી. ગણતરી કરતા તેમાંથી ગ્રેટ વ્હાઇટ ગ્રોવર પ્રા.લિ.કમ્પનીના ઇલેક્ટ્રિક વાયરના બોક્ષ નંગ-176 તથા ટ્યુબલાઇટ ઇલેક્ટ્રિક ફીટીંગ બોક્ષ નંગ-28 કુલ કિં.રૂ.08,90,478ની ચોરી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો