તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડાંગ જિલ્લામાં સરકારી ધારાધોરણ જાળવ્યા વિના પ્લોટ ફાળવી દેવાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગ જિલ્લાના વઘઈ અને આહવામાં પૂર્વ કલેકટર દ્વારા દલા તરવાડીની ભૂમિકા અદા કરી ભાજપી નેતાના સગાઓ અને મહેસૂલી કર્મચારીઓને સરકારી પ્લોટો ફાળવી દેતા સરકારી તિજોરીને ચૂનો ચોપડવાનું પ્રકાશમાં આવતા ડાંગ જિલ્લામાં ભારે ચકચાર ઉઠી છે.

મળતી માહિતી અનુસાર ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈ અને મુખ્ય મથક આહવા ખાતે વર્ષોથી રહેતા આદિવાસીઓને ઘર કે પ્લોટ મેળવવા નવનેજા પાણી ઉતરે છે ત્યારે મહેસૂલ વિભાગમાં પ્લોટની માંગણી કરનાર અરજદારોને યેનકેન પ્રકારે દસ્તાવેજોની પૂર્તતા અને સરકારી વસાહતમાં પ્લોટ આવેલા હોય મળવાપાત્ર ન હોવાના જવાબો વચ્ચે પ્લોટ મેળ‌‌વનારા અરજદારોને ધરમધક્કા ખવડાવવામા આવે છે. ગત ફેબ્રુઆરીમાં બદલી પામેલા તત્કાલિન કલેકટરે સરકારી કિંમતી જમીનોને દલા તરવાડીની ભૂમિકા નિભાવી ભાજપી નેતાના સગાવહાલા અને મહેસૂલ કર્મચારીઓને ધારાધોરણની અવગણના કરી ખૈરાત કરી દેતા મહેસૂલી તિજોરીને લાખો રૂપિયાનો ચૂનો લગાડ્યો હોવાની ચોંકાવનારી વિગતો ...અનુસંધાન પાના નં. 2

વઘઈ અને અાહવા તાલુકામાં ભાજપી નેતાઓને ખેરાત કરેલા પ્લોટધારકોની યાદી
ઉર્મિલાબેન ખેરાડ (વઘઈ તા.પં. સદસ્ય), સી સર્વે નં. 80, જૂનો નં. 16/1નો 90 ચો.મી., 4થી ફેબ્રુઆરી મહેન્દ્રભાઈ ગવળી, સરવે નં. 80, જૂનો નં. 16/1 પૈકી 90 ચો.મી.ની 4 ફેબ્રુઆરી. હરીભાઈ ઘુમાડ સી.સ. 931 પૈકી 48 ચો.મી. 4(વઘઈ મહિલા મોરચાના મહામંત્રીના પતિના નામે આપવામાં આવેલો છે. ઉર્મિલાબેન ગામીત સી.સ.નં. 630 અને 634 પૈકી 54 ચો.મી. ભાજપને. મધુભાઈ રાઉત ભાજપ, વઘઈ સિટી સરવે નં. 16/1 પૈકી 80 ચો.મી. તુષારભાઈ પવાર વઘઈ સી.સર્વે નં. 16/1 પૈકી 90 ચો.મી.ની 4થી ફેબ્રુઆરીએ ફાળવણી બ્રિજેશભાઈ ગાઈન વઘઈ સી.સ. 80, જૂનો સર્વે નં. 16/1 પૈકી 81 ચો.મી.ની 2જી ફેબ્રુઆરી ફાળવણી. આશિષભાઈ બાગુલ વઘઈ સી.સ. 16/1 પૈકી 90 ચો.મી.4થી ફેબ્રુઆરીએ ફાળવણી. રંજીતાબેન પટેલ (ભાજપ સરપંચ દગડપાડા (વઘઈ) સી.સ. 80 જૂનો 16/1 પૈકી 90 ચો.મી. રામદાસભાઈ વઘઈ 16/1 પૈકી 81 ચો.મી. 4થી ફેબ્રુઆરીએ ફાળવણી કરી તથા આઉટસોર્સ કર્મચારી મામલતદાર કચેરી વઘઈ આશિષભાઈ ગાંવિત મામલતદાર કચેરી ડ્રાઈવર વઘઈ સી.સર્વે 859 પૈકી 49 ચો.મી. રાજુભાઈ ગાવિત મામલતદાર કચેરી વઘઈમાં પટાવાળો સિટી સર્વે નં. 859 પૈકી 49 ચો.મી. ચેતનભાઈ રાઉત આહવા બીજેપી કાર્યકર સિટી સર્વે નં. 1607/ક પૈકી 40 ચો.મી. રાજેશભાઈ ગામીત (માજી પ્રમુખ સુબીર તાલુકા ભાજપ) સિટી સર્વે નં. 573 પૈકી 56 ચો.મી આહવા મનોજભાઈ ગાંવિત, સિ.સર્વે નં. 1607/ક પૈકી 40 ચો.મી. વસંતભાઈ ચૌધરી કડમાળ, સિ.સર્વે નં. 1607/ક પૈકી 40 ચો.મી. મધુભાઈ રાઉત (ભાજપી કાર્યકર) બીજુરપાડા, આહવા જૂનો 16/1 પૈકી 80 ચો.મી. રાજેશભાઈ આહિરે આહવા સિ. સર્વે નં. 1540ની લાગુ 48 ચો.મી. 4થી ફેબ્રુઆરીએ ફાળવણી તથા કલેકટર કચેરીના કર્મચારી હિરામણ ગવળી રામદાસભાઈ ગાંવિત સિટી સર્વે નં. 1147/અ પૈકી 64 ચો.મી. ચંદ્રકલાબેન ગાંવિત સિટી સર્વે નં. 1143/અ પૈકી 54 ચો.મી. રહેણાંક પ્લોટ પાલીબેન પટેલ આહવા સિટી સર્વે નં. 761 બ/1 પૈકી 50 ચો.મી.ને સરકારી ધારાધોરણની ધરાર અવગણના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...