તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પીએમના કાર્યક્રમને અનુલક્ષી સોનગઢમાં બેઠકનું આયોજન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સોનગઢ | સોનગઢ ખાતે આગામી દિવસોમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે એમની જાહેરસભા ગુણસદા સુગર ફેકટરી બરડીપાડા પાસે આવેલ ખુલ્લા મેદાનમાં યોજાનાર છે. આ અંગેની પૂર્વ તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે.

આ અનુસંધાને મંગળવારે બપોરે 3 કલાકે રાજ્યના આદિજાતિ વિકાસ, વન, પ્રવાસન,મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં મામલતદાર કચેરી, સોનગઢના સભાખંડમાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.આગામી સમયમાં સોનગઢ તાલુકામાં યોજાનારા દેશના પ્રધાનમંત્રીના કાર્યક્રમને અનુલક્ષીને કરવામાં આવી રહેલી પૂર્વતૈયારીઓની સમીક્ષા અર્થે આ બેઠક યોજાનાર છે. તેઓ કાર્યક્રમને અનુલક્ષીને તાપી, સુરત અને ડાંગ જિલ્લાના વહીવટીતંત્ર સાથે બેઠક યોજી સમીક્ષા કરી માર્ગદર્શન આપશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો