તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પારડીમાં સાદા માસ્ક 20થી 40 રૂપિયે ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતભરમાં કોરોના વાઇરસ ફેલાવા સામે સાવચેતીના ભાગ રૂપે લોકો સેનેટાઝર અને માસ્કની ખરીદી કરતાં તેની ભારે માંગ ઉભી થવા પામી છે. જેને પગલે પારડીમાં તકનો લાભ લઈ જુદા જુદા ભાવે સાદા માસ્ક અને બ્રાન્ડેડ કંપનીના બદલે ચીલાચાલુ કંપનીના સેનેટાઝર મેડિકલ સ્ટોરમાં વેચાણ કરી રહ્યા હોવાની બૂમો ઉઠવા પામી છે.

પારડી શહેરમાં કોરોનાનો એક પણ કેસ નોધાયો નથી. આમ છતાં તેના કાળા બજાર થઈ રહ્યા છે. ગુરુવારે દિવ્યભાસ્કરે મેડિકલ સ્ટોરમાં ફરી કરેલા રિયાલીટી ચેકિંગમાં બહાર આવ્યું છે. સાદા માસ્ક પહેલા સસ્તા ભાવે વેચાતા હતા. હાલે પારડીના વિવિધ મેડિકલોમાં 20 થી 40 રૂપિયાના ભાવે સાદા માસ્ક વેચાણ કરવામાં આવી રહ્યા છે. આ સાથે સેનેટાઝર પણ બ્રાન્ડેડ કંપનીના બદલે ચીલાચાલુ 70થી 280ના ભાવે વેચાઈ રહ્યા છે. જોકે સેનેટાઝર બ્રાંડેડ ન મળતા હોવાથી એ સેનેટાઝર જ્મ્સને મારે છે કે કેમ એ પણ લોકોનો વિચાર માંગી લે છે તેમ છતાં લોકો કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા ચીલાચાલુ સેનેટાઝર જેલની ખરીદી કરી રહ્યા છે.જોકે કોરોના વાઇરસની સાવચેતીનું એન -95 માસ્ક પારડી 200ના ભાવે વેચાઈ રહ્યું છે જોકે અંગે કેટલાક મેડિકલ સ્ટોર સંચાલકો એન- 95 મોઘા ભાવે મળતા હોવાથી રાખતા જ નથી નું જણાવ્યુ હતું અને સાદા માસ્કની પણ વેપારીઓ ઉચા ભાવે આપતા હોવાથી એ મુજબ વેચતા હોવાનું બહાર આવ્યું છે.જોકે લોકોને સારી ક્વોલિટીનું અને વ્યાજબી દરે માસ્ક અને સેનેટાઇઝર મળી રહે એ માટે હેલ્થ વિભાગ પણ જાગૃત થઈ આ બાબતે પૂરી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

સેનેટાઈઝરનું 70થી 280 રૂપિયાના ભાવે વેચાણ

ઉઘાડી લૂંટ
અન્ય સમાચારો પણ છે...