તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પીપોદરા પાસે યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો મોબાઇલ લૂંટવા જતાં મારામારીમાં જીવ ખોયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કોસંબા પોલીસ સ્ટેશન હદમાં માંગરોળ તાલુકાના પીપોદરા ગામની સીમમાં આવેલ ઔદ્યોગિક એકમમાં પ્રિમિયમ પાર્કમાં રોશની લાઈટના ગોડાઉનની સામે 11મી માર્ચના રોજ એક પુરુષની અર્ધ નગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. આ ગુનાની તપાસ કરતાં પોલીસને સીસીટીવી અને બાતમીને આધારે ચાર આરોપીઓને પકડવામાં સફળતા મળી છે. જ્યારે એક આરોપી ભાગી છૂટ્યો હોય જેને વોન્ટેડ જાહેર કરેલ છે.

તારીખ 11મી માર્ચના રોજ 10.30 વાગ્યે કોસંબા પોલીસને પીપોદરા જીઆઈડીસીમાં આવેલ પ્રીમિયમ પાર્કમાં રોશની લાઈટના ગોડાઉનની સામે અજાણ્યા પુરુષ ઈસમની લાશ હોવાથી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. 30 વર્ષીય યુવકને માર મારી ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી હોવાની પોલીસે ફરિયાદ નોંધી હતી. આ ઘટનામાં કોસંબા પોલીસના પીઆઈ એસ. પી. સિસોદિયા તેમજ એલસીબી અને એસઓજીની ટીમ તપાસમાં જોડાઈ હતી. કોસંબા પોલીસે ઘટના સ્થળની આજુબાજુ આવેલ સીસીટીવી ફૂટેજ ચેક કરતાં તેમને તારીખ 10મીના રોજ રાત્રિ દરમિયાન કેટલાક માણસોની દોડા દોડી ઘટના સ્થળની આજુબાજુ જોવા મળી હતી. આ અંગે પોલીસને બાતમી મળી હતી કે રાત્રિના આ જગ્યા પર કેટલાક લોકોની બબાલ થઈ હતી. તારીખ 10મીની રાત્રિના બ્રહ્મા ધોબા સવાઈ (27) જે સુરત શહેરમાં ઉત્કલ નગર, પ્રેમ નગર વગેરે વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય. પોતાના અન્ય ત્રણ માણસ સાથે પ્રિયમ પાર્કના બનાવ વાળી જગ્યાએ અંધારામાં બેઠા હતાં અને ત્યાંથી પસાર થતાં અરૂણ જે ટીફીન લેવા ગયો હોય. તેને આંતરી રોકડ અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં મૃતક બ્રહ્મા અને અન્ય ત્રણ સાગરીતો ભેગા થઈને અરૂણને માર મારતાં હતાં. જે અંગેની જાણ અરૂણના રૂમ પર રહેતા તેના મિત્રોને થઈ હતી. જેથી ત્રણ મિત્રો સ્થળ પર દોડી આવ્યા હતાં. જ્યાં અરૂણને ચાર ઈસમો મારતાં હતાં ત્યાં આવીને આ ઈસમો પણ મારામારી કરવા લાગ્યા હતાં. આ મારામારીમાં સંતોષ પ્રધાન પણ જોડાયો હતો.

મારામારી દરમિયાન બ્રહ્મા અને તેના સાગરિતો પાસેના લાકડા વડે મારતાં હતાં, જ્યારે સામા પક્ષે છુટ્ટી ઈંટો મારવાનું શરુ કર્યુ હતું. અરૂણના સાગરિતોએ લાકડુ ખેંચી લાકડા વડે મારમારવાનું શરૂ કરતાં ત્રણ ભાગી છૂટ્યા હતાં. જ્યારે મૃતક બ્રહ્મા એકલો રહી જતાં પાંચે જણાએ બ્રહ્માને મારમારતાં ગંભીર ઈજાને કારણે તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ તમામ લોકો રૂમ પર પહોંચી ગયા હતાં.

પીપોદરા ખાતે હત્યા કરેલી યુવકની લાશ મળી હતી જે અંગેની જાણ થતાં મુતકનો ભાઈ પણ કોસંબા પોલીસ સ્ટેશન પહોંચતાં મરનાર ઈસમ બ્રહ્મા ધોબા સવાઈ (27) હોવાનું જણાવ્યું હતું.

હત્યાના આરોપીઓ | પોલીસે પીપોદરા જીઆઈડીસીમાંથી આ ઈસમને માર મારી તેની હત્યા કરનાર લવકુમાર ઉર્ફે ગોપાલ રઘુનાથ પ્રધાન (33) (હાલરહે. હરેશભાઈ વઘાસિયાના રૂમમાં પિપોદરા, મૂળ ગંજામ ઓરિસ્સા), સદાનંદ પુજ્યનાથ ગૌડ (46) (રહે. હરેશભાઈના રૂમમાં પિપોદરા, મૂળ ગંજામ ઓરિસ્સા), અરૂણ ઉર્ફે બાબુ સુરેન્દ્ર સામંતરા (34) (રહે. હરેશભાઈના રૂમમાં પિપોદરા, મૂળ ગંજામ ઓરિસ્સા), પ્રશાંત વિશ્વનાથ પરીદા (રહે. હરેશભાઈના રૂમમાં પિપોદરા, મૂળ ગંજામ ઓરિસ્સા), સંતોષ ખબલ પ્રધાન (રહે. હરેશભાઈના રૂમમાં પિપોદરા, મૂળ ગંજામ ઓરિસ્સા)ચારની ધરપકડ કરી હતી જ્યારે આ ઘટનામાં સંડોવાયેલ સંતોષને વોન્ટેડ જાહેર કરેલ છે.

પોલીસ રૂમ પર પહોંચતાં જ આરોપીની દોડધામ કરી મુકી હતી

સીસીટીવીને આધારે કેટલાક લોકોની ઓળખ થઈ હતી. પોલીસે બંસરી ટેક્સટાઈલ પાર્કની બાજુમાં આવેલ પ્રિમિયમ પાર્કની બાજુમાં આવેલ હરજીભાઈ રવજીભાઈ વઘાસિયાની માલિકીના પ્લોટ નં બી-49માં આવેલ બિલ્ડિંગના પહેલા નંબરની રૂમ નં 1માં પહોંચ્યા હતાં. જ્યાંથી તેમને જોઈ ત્યાં હાજર કેટલાક ઈસમોએ દોડધામ કરી હતી. જેથી પોલીસે આ ઈસમોને પકડી તેમની પૂછપરછ કરતાં તેમણે આગલા દિવસે રાત્રિએ થયેલ ઘટનાની કબૂલાત કરી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો