તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પીપલગભાણ- આમધરા રોડ પર બે બાઈક અથડાતા 1નંુ મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ચીખલીના પીપલગભાણથી આમધરા જતા માર્ગ ઉપર સવારના સમયે બે બાઈક સામસામે અથડાતા એક બાઈક ઉપર સવાર 3 શખ્સોને ગંભીર ઈજા સારવાર અર્થે વલસાડની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન એક યુવકનુ મોત નીપજ્યું હતું.

ગણદેવી તાલુકાના અંભેટા ગામે નાના ફળિયામાં રહેતા વિષ્ણુ ચીમન કોળચા (ઉ.વ.22), અરવિંદ રામલુભાઈ કોળચા (ઉ.વ. 45) અને કિરણ રમેશ નાયકા (ઉ.વ.22) બાઈક (નં. જીજે-21-એએન-9268) ઉપર ત્રિપલ સવારી જઈ રહ્યા હતા. એ સમયે ચીખલીના પીપલગભાણથી આમધરા ગામ તરફ જતા માર્ગ ઉપર સવારના 11 વાગ્યાના અરસામાં સામેથી આવતી બાઈક સાથે ભટકાતા બાઈક પર સવાર આ ત્રણેય યુવકો રોડ ઉપર પટકાતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેમને પ્રથમ સારવાર ચીખલીની રેફરલ હોસ્પિટલમાં આપ્યા બાદ વધુ સારવાર અર્થે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા સારવાર દરમિયાન વિષ્ણુ ચીમન કોળચા (ઉ.વ.22)નું મોત નીપજયુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો