તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોતા ગામના અંબાજી મંદિર પાસેથી બાઇકની ઉઠાંતરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી તાલુકાનાં મોતા ગામે અંબાજી માતાના મંદિરની બાજુમાં આવેલ ઝાડ નીચેથી બુધવારની સવારના 8.00 થી 8.30 ના અરસામાં એક પ્લેઝર મોપેડની કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી ગયો હતો.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બારડોલી તાલુકાનાં મોતા ગામે રહેતા પ્રવીણભાઈ ઠાકોરભાઈ પટેલ (54) ની હીરો પ્લેઝર નં. (GJ.19.AG.3561) જે મોતા ગામે અંબા માતાના મંદિરની બાજુમાં આવેલ ઝાડ નીચે પાર્ક કરી હતી. જે 10 તારીખનાં રોજ સવારના 8.00 થી 8.30 ના અરસામાં કોઈક અજાણ્યો ઈસમ ચોરી કરી ગયો હતો જે અંગે બારડોલી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જોકે, આ ઘટના પરથી સાબિત થાય છે કેં પોલીસનો કેટલો હાઉ છે. પંથકમાં વધતી વાહનચોરીને લઇ લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે અને વાહનોચોરોને ઝડપી પાડવાની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...