Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાપી અને ઉમરગામ એમેઝોન પ્રિમાઇસીસના મેનેજરને શાખાના માલિકે ફોન
વાપી અને ઉમરગામ એમેઝોન પ્રિમાઇસીસના મેનેજરને શાખાના માલિકે ફોન ન ઉપાડતા પુત્ર સાથે મળી લાકડાથી માર માર્યો હતો. જે અંગે પોલીસમાં ફરિયાદ કરતા પિતા-પુત્રની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરાઇ હતી.
વાપી ચણોદમાં રહેતા અને વાપી-ઉમરગામ શાખામાં મેનેજર તરીકે ફરજ બજાવતા સંદિપ સંજય સરતાપેએ જીઆઇડીસી પોલીસમાં રવિવારે ફરિયાદ નોંધાવ્યા મુજબ 9 જાન્યુઆરીએ એમેઝોન પ્રિમાઇસીસમાં ફ્રેન્ચાઇસીના અધિકારીઓ વાપીની શાખામાં વિઝિટ પર આવ્યા હતા. તે સમયે વાપી-ઉમરગામ શાખામાં કેશની શોર્ટેજ જણાતા આ અંગે પ્રિમાઇસીસના માલિક કૃષ્ણકાંત દુબેને જાણ કરાઇ હતી. જે પાછળનું કારણ ફરિયાદીએ શાખામાં નોકરી કરતા માણસોનો પગાર કેશથી આપવાનું જણાવ્યું હતું. શનિવારે સાંજે માલિક કૃષ્ણકાંત દુબે અને પુત્ર રિતેશ દુબેએ મેનેજરને વાપી શાખા પર બોલાવતા તેણે બાકીના 4 મહિનાના પગારની માંગણી કરી હતી. તે સમયે રિતેશે ફોન કેમ નથી ઉપાડતો કહી તેને લાકડાથી માર મારતા પિતાએ પણ તેને મારવા લાગતા અન્ય લોકોએ વચ્ચે પડી તેને બચાવ્યો હતો. ઇજાગ્રસ્તને સારવાર માટે વાપીની ઉષા હોસ્પિટલમાં ખસેડતા આ અંગે જીઆઇડીસી પોલીસે પિતા-પુત્ર સામે ફરિયાદ નોંધી રવિવારે રાત્રે આરોપી કૃષ્ણકાંત દુબે બાદ સોમવારે સવારે આરોપી રિતેશની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.