તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેટ્રોલ પંપ સેલ્સમેન અને નાયબ જિ. મેનેજર વિરુદ્ધ ઉચાપતની ફરિયાદ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલા ગુજરાત પુરવઠા નિગમના પેટ્રોલ પંપ ઉપર અગાઉ આહવા સિવિલ હોસ્પિટલમાં ડીઝલ કૌભાંડ આચરાયાની ફરિયાદ ઉઠી હતી. જેમાં સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સનો ચાલક જેલમાં ધકેલાયો હતો, ત્યારબાદ પણ ગુજરાત પુરવઠા નિગમના આ પેટ્રોલ પંપ કૌભાંડનો સિલસિલો ચાલુ રહેતા તત્કાલીન નાયબ જિલ્લા મેનેજર અને પેટ્રોલપંપના સેલ્સમેન વિરુદ્ધ 1.28 કરોડના ઉચાપત અંગે આહવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતાં ખળભળાટ મચી ગયો છે.

એકમાત્ર ગુજરાત નાગરિક પુરવઠા નિગમનો કલ્પતરૂ પેટ્રોલ પંપના કર્મચારીઓને અને આહવા સિવિલ હોસ્પિટલના સત્તાધીશોની મીલીભગતમાં ડીઝલ કૌભાંડ આચરાતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં આહવા સિવિલ હોસ્પિટલના એમ્બ્યુલન્સના ડ્રાઈવરને ગુનેગાર ઠેરવવામાં આવ્યો હતો, ત્યારબાદ પણ નાગરિક પુરવઠાના નાયબ જિલ્લા મેનેજર એસ. જે. ખરાદી અને સેલ્સમેન કે. ડી. અસારીની મીલીભગતમાં 1લી એપ્રિલથી 12મી ઓકટોબર 2018 સુધીમાં રૂ. 1,27,28,954ની ઉચાપત કરી હોવાની ફરિયાદ આહવા પોલીસ મથકમાં નોંધાતાં હડકંપ મચી ગયો છે. જોકે, આ સમગ્ર પ્રકરણ ઓડિટમાં બહાર આવ્યાનું ચર્ચાઈ રહ્યું છે તેમજ આ પેટ્રોલ પંપ ઉપર ભ્રષ્ટાચાર થયાની આશંકાના પગલે એમડી દ્વારા 12મી ઓકટોબરે ગુજરાત પુરવઠા નિગમના આ પેટ્રોલપંપ વ્યારા તાપી જિલ્લાના માલિકને સોંપી દેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો