તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પારડીથી સેલવાસ માર્ગ પર ભારે વાહનોથી ગ્રામ્યના લોકો પરેશાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડીથી સેલવાસ સુધીના આંતરિક રસ્તો તંબાડી થઈ અંબાચ પરિયા ગામના રસ્તા પર ભારે વાહનો પસાર થાય છે. રેતી કપચી કેમીકલ ભરેલા ભારે વાહનોના કારણે ગામડાના લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. શનિવારે મોટુ ભારે ભરખમ કન્ટેનર આ રસ્તા પર ઘુસી જતા બે દિવસથી વાહનચાલકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે,આ મોટુ વાહનને પસાર કરવા કેટલીક જગ્યા પર તો ઝાડો પણ કાપવા પડયા ઇલેક્ટ્રીક પોલ પણ નુકસાન થયુ હતુ, હાલમા તો આ વાહન અંબાચ ગામે અટકેલ છે,એના ડ્રાઇવરો પાસે કોઈપણ જાતની પરમિશનના કાગળો પણ નથી,આવા મોટા વાહનચાલકો તેમજ કંપનીના લોકો હાઇવે પરથી પસાર થવા માટે ટેક્ષથી બચવા માટે આવા સોર્ટકટ રસ્તાઓનો ઉપયોગ કરે છે,જેના કારણે સ્થાનિક ગામના લોકોને હાલાકી ભોગવાનો વારો અવી રહ્યો છે. પોલીસ કે આરટીઓ કાર્યવાહી કરે તેવી માગ ઉઠી રહી છે. લાંબા સમયથી સ્થાનિકોએ ભારે વાહનથી ત્રાહીમામ પૌકારી ઉઠયા છે. પરંતુ ભારે વાહનો પસાર થવાનો સિલશીલો યથાવત જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...