તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્ર અને આરોગ્ય કર્મચારીની લડાઇમાં પ્રજાજનોનો મરો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાલને 11 દિવસ પછી પણ સરકાર ઊકેલ લાવી શકી નથી, જેના કારણે દર્દીઓ જાણે ભગવાન ભરોસે થઇ ગયા છે. સામાન્ય ગરીબ દર્દીઓની સ્થિતિ નાજૂક બની છે. મોઘી આરોગ્યની સેવા લેવામાં સક્ષમ નથી. ત્યાંરે જવું ક્યાω નો પ્રશ્ન સતાવી રહ્યો છે. સોમવારે બારડોલી તાલુકાની ખલી ગામની સગર્ભા મહિલાને સમયસર આરોગ્યલક્ષી જાણકારીના અભાવે યોગ્ય સારવાર ન લઇ શકતા ગર્ભમાં જ આઠ માસનું શિશુનું મોત થયુ છે. સતત અગિયારમાં દિવસે આરોગ્ય વિભાગની 35 જેટલી સેવાઓ બંધ રહી છે. ત્યારે સરકાર આરોગ્ય વિભાગની માંગણી સ્વીકારવા પહેલા કેટલા ગરીબોનો ભોગ લેશે, જેવા સવાલો બારડોલી તાલુકા પંચાયત કચેરીમાં ઘરણા પર બેઠેલા કર્મચારીઓમાં ચર્ચા ઊઠી હતી.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય વિભાગના કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલને 11 દિવસ વીતી ગયા છે. આરોગ્ય કર્મચારીઓ સગર્ભા સ્ત્રીઓના ચેકઅપ માટે દર છ દિવસે મમતા દિવસ રાખવામા આવે છે. જેમાં સગર્ભા સ્ત્રીઓના ઘરે જઈને આયનના ઈંજેકશનો, દવાઓ તથા માતાના પેટમાં બાળકોની તપાસ તેમજ માર્ગદર્શન આપવામાં આવે છે. હડતાલના કારણે છેલ્લા 11 દિવસથી આવી મહત્વની આરોગ્યલક્ષી કામગીરી બંધ છે. જેના કારણે બારડોલીનાં ખલી-આફવા ગામની સગર્ભા મહિલા રાધાબહેન રમેશભાઈ હળપતિને સમયસર ...અનુસંધાન પાના નં.3

આરોગ્ય કર્મચારીઓની 11 દિવસથી હડતાળ, આફવા ગામે સારવારના અભાવે મહિલાના 8 માસના શિશુનું ગર્ભમાં જ મોત
વિવિધ માગણીઓને લઈ હડતાલ પર બેઠેલા કર્મચારીઓ અને આરોગ્ય સેવા ન મળતાં ભોગ બનનાર મહિલા.

આ રીતે આખી ઘટના સામે આવી
ખલી ગામની રાધાબેન સોમવારે ઉમરાખ ગામે ડીસ્ટ્રીક્ટ સિકલસેલ સોસાયટી દ્વારા સિકલસેલના કેમ્પમાં આવી હતી. જેમાં તપાસ કરાવવા માલૂમ પડ્યું કે બાળક ગર્ભમાં જ મૃત્યુ થયુ છે. છેલ્લા 48 કલાકથી રાધાબહેનના પેટમાં બાળકની કોઈ હલન ચલન થઇ ન હોવાનું પ્રાથિમક તપાસમાં બહાર આવ્યુ હતું.

2 દિનથી હલન ચલન નહોતું થતું
મહિલા સિકલશેલની દર્દી હતી, દર બુધવારે મમતા દિવસે સગર્ભા સ્ત્રીઓનું ચેકઅપ થાય જ છે. પરંતુ રાધબેનના પેટમાં છેલ્લા બે દિવસથી શિશુનુ હલન ચલન ન હોવાનું જણાવતા ચોક્કસ ન કહી શકાય કે ગર્ભમાં બાળકના મોત અંગે કર્મચારીઓની હડતાલ જવાબદાર છે. ડો. ફણસીવાલા, સી.એચ.સી.વાંકાનેર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો