તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બારડોલીમાં જ્વાલામુખી માતાજી મંદિરનો પાટોત્સવ ઉજવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | બારડોલી પ્રદેશ મૈસુરિયા સમાજ દ્વારા જ્વાલામુખી માતાજીના મંદિરનો અગિયારમો પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ચૈત્ર સુદ તેરસ 17મી એપ્રિલ બુધવારના રોજ સવારે હોમ હવન અને પૂજા અર્ચનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યાબાદ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટોત્સવ નિમિત્તે બારડોલીના બાબુભાઈ ભગાભાઈ મૈસુરિયા, અરૂણભાઈ બાબુભાઈ મૈસુરિયા પરિવાર તરફથી મહાપ્રસાદીનું આયોજન કરવામં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 4500 ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. મૈસુરિયા સમાજ ટ્રસ્ટ બારડોલી તેમજ મૈસુરિયા સમાજ યુવક મંડળ ે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...