તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મકર સંક્રાંતિની પૂર્વ સંધ્યાએ નેટ પ્રેક્ટિસ કરી પતંગરસિયા આકાશી યુદ્ધ માટે સજ્જ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
14 મી જાન્યુઆરી ઉત્તરાયણના તહેવાર આનંદ ઉત્સાહ અને મઝાનો તહેવાર છે. આ તહેવારને યુવાનો અને બાળકો ધૂમધામથી ઉજવણી કરે છે. વ્યારા નગર ખાતે પૂર્વ સંધ્યાએ નગરના બજારો અને માણસોની સાથે પતંગ અને ફિરકીના વેચાણ વધી ગયા છે. મકરસંક્રતિ પૂર્વે નેટ પ્રેક્ટિસ કરી લેતા હોય છે. ચાલુ વર્ષે વ્યારા ખાતે પણ વિવિધ કેરેક્ટરના માસ્કના વેચાણમાં વધારો થયો છે. વ્યારા નગરમાં પતંગ રશિયા દ્વારા પૂર્વ સંધ્યાએ નેટ પેક્ટિસ કરી હતી.

મકરસંક્રાતિના તહેવાર ઉજવણી માટે પૂર્વ સંધ્યાએ પતંગ રસિયાઓ સજ્જ થઇ ગયા હતાં. બીજી તરફ પતંગ રસિયાઓને સુવિધા વધારવા માટે વેપારીઓએ રંગબેરંગી પતંગો અને માંજા ઓ તેમજ વિવિધ કેરેક્ટરના માસ્ક, ટોપી, ચશ્માંનો સ્ટોક ઉપલબ્ધ કરાવ્યો હતો. વ્યારા નગર ખાતે જે. બી. સ્કૂલ પાસે અંદાજિત 15થી જેટલા પતંગના સ્ટોલ લગાવવામાં આવ્યા છે. નગરના અન્ય સ્થળોએ અને લારી ઉપરથી દોરીઓ માંજાઓ અને વિવિધ વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. વ્યારા નગર ખાતે ચાલુ વર્ષે ચાઈનીઝ પતંગો, ક્રિકેટરો ફિલ્મસ્ટારો કાર્ટુન કેરેક્ટરો તેમજ ચીલ, રોકેટ ગત વર્ષ કરતા 20 ટકા જેટલો વધારો થયો હતો. તેમજ દોરીઓમાં 9તાર અને 12તારની માંગ વધી છે. વ્યારા ખાતે પતંગ નો વેપાર કરતા રાજુભાઈએ જણાવ્યું હતું કે ગત વર્ષ કરતા પતંગના વેચાણ માં ઘટાડો થયો છે.

ધાબા પર જમવાના આયોજન કરાયા
મકરસંક્રાંતિ પર્વને વ્યારાનગરના બજારોમાં પતંગની દુકાનો પર પતંગરસીયાઓની ઘરાકી શરૂ થવાની સાથે પતંગ રસિયાઓ ધાબા પર ડી જે પાર્ટી અને જમવાની વિવિધ વાનગીઓનું આયોજન કર્યુ છે. અગાવથી રસોયા અને મેનુ તૈયાર કરી ઓર્ડર બુક કરાવી રહ્યા છે. ડી જે તેમજ વિવિધ ભોજન માટે રસોયા અને કેટરર્સ અને હોટલોમાં ઓર્ડર બુક કરાવી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો