તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉચ્છલમાં PHC કર્મીઓની હડતાળને પગલે રેફરલ ખાતે દર્દીનો ધસારો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યના આરોગ્ય કર્મીચારીઓની હડતાલને પગલ ઉચ્છલ રેફરલ માં ભારે ધરાસો નોંધાયો છે.

તાપી જિલ્લાના આરોગ્ય શાખાના કર્મચારીઓ 15મી ફેબ્રુઆરીથી પડતર પ્રશ્નોને લઈને અચોક્સ મુદડતની હડતાલમાં જોડાયા છે. જેને લઈને ઉચ્છલ તાલુકામાં આવેલી પીએચસી કેન્દ્રો ભડભૂજા, કરોડ, બાબરઘાટ, ચીતપુર બંધ રહેતા ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓ નાની મોટી ઈજાઓ તેમજ તાવ, પ્રેસર જેવી બીમારીને લઈને ઉચ્છલ રેફરલ હોસ્પિટલ ખાતે આવવું પડી રહ્યું છે. જેને લઈને દર્દીઓ વહેલી સવારથી લાંબી લાઈનોમાં ઊભા રહી સારવાર માટે તકલીફો રહી શકતા બેસી જવું પડી રહ્યું છે. જેમાં વધારે પ્રમાણમાં બીમાર હોવાથી ચક્કર આવવાના બનાવો બની રહ્યાં છે. જેને લઈને ઉચ્ચલ રેફરલ ખાતે જનતા કે હોવાતી રોજના દર્દીની સંખ્યા વધુ હોવાથી એકજ ડોક્ટર હોવાથી પણ દર્દીઓને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. અને ત્યારબાદ સારવાર માટે લાંબી લાઈન તેમજ દવા લેવા કે ઈન્જેકશન લેવા માટે પણ લાઈનમાં ઊભા રહેવાથી દર્દીઓ ઘણી તકલીફોમાં આવી જાય છે. જ્યારે ઉચ્છલ તાલુકાો મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલ હોવાથી ઉચ્છલ રેફરલ ખાતે નવાપુર તાલુકાના ઘણા દર્દીઓ સારવાર માટે આવતાં જોવા મળે છે. જેને પગલ રોજના 400થી વધુ દર્દી રેફરલ ખાતે સારવાર માટે આવતાં હોવાનું નોધાઈ છે.

ફિલ્ટ અને સરવે કરતો સ્ટાફ હડતાળ પર
આ અંગે ઉચ્છલ બીએચઓ ડો. વિલાસ ગાવિતને આ બાબતે પૂછવામાં આવતાં જણાવેલ કે દરેક પીએચસી તાલુકા ખાતે ડોક્ટરો સેવા આપે છે. જેમાં ફિલ્ડવાળા કર્મચારી સ્ટાફ મામતા ડે તેમજ સરવેની કામગીરી કરતાં કર્મચારીઓ હડતાલ ઉપર છે. એવું જણાવેલ છે.

હડતાલને પગલે ઉચ્છલ રેફરલમાં દર્દીનો વધારો, આરોગ્ય સેવા મેળવવા લાંબી લાઇનમાં ઉભા રહેવાની નોબત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો