તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાતલિયા રોડ પર ઓવરટેકની લહાયમાં કાર ડિવાયડરમાં ઘુસીને 75 ફૂટ દૂર ફંગોળાઇ : 4ના મોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

રવિવારે મોડી રાત્રે બનેલી ઘટનામાં કારમાં ક્ષમતા કરતા વધુ ચાલક સહિત 9 લોકો બેસેલા હતા, 5ને ઇજા, 3ની હાલત ગંભીર
દમણથી ઉદવાડા તરફ જવાના માર્ગ ઉપર પાતલિયા સ્થિત માન સરોવર બાર એન્ડ રેસ્ટોરન્ટની સામે રવિવારે રાત્રીએ દમણ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી આઇ 20 કારના ચાલક જિગનેશ હસમુખ પટેલ રહે. રેંટલાવ-ઉદવાડાએ પૂરઝડપે કારને હંકારી લાવીને આગળ ચાલતી વાનને ઓવર ટેક મારવાની લહાયમાં સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો. કાર ઉપર નિયત્રણ ગુમાવ્યા બાદ કાર રોડ ડીવાયડર સાથે અથડાયને રોંગ સાઇડે પલટી ...અનુસંધાન પાના નં.2

મારીને વીજ પોલ સાથે અથડાય હતી. આ અકસ્માતમાં કાર ચાલક જિગનેશ પટેલ સહિત ચાર યુવકના ઘટના સ્થળ ઉપર જ મોત થયા હતા. જ્યારે કારમાં સવાર અન્ય પાંચ ઇસમોને નાની મોટી ઇજા પહોંચતા પારડી અને દમણની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

આ અંગે મળતી માહિતી મુજબ પારડી, ઉદવાડા અને ઉમરસાડીના યુવકો રવિવારે દમણ સ્થિત એક લગ્ન સમારંભમાં કેટેરર્સનું કામ કરવા માટે ગયા હતા. લગ્ન સમારંભમાં કામ પતાવીને તમામ પરત ઘરે જઇ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. દમણ પોલીસે હાલ તો કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ કારની ઓવર સ્પીડ અને ક્ષમતા કરતા વધુ સંખ્યામાં કારમાં બેસેલા હોવાથી આ અકસ્માત થયો હતો. અકસ્માતમાં ચારના ઘટના સ્થળે મોત અને પાંચ ઇજાગ્રસ્ત પૈકી બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. આગળ 3 અને પાછળ 6 જણા બેઠા હતા : દમણમાં લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલા યુવકો રાત્રીએ કોઇ સાધન ન મળતા કારમાં બેસી ગયા હતા. આઇ ટવેન્ટી કારના આગળના ભાગે ચાલક સહિત ત્રણ અને પાછળ છ યુવકો બેસેલા હતા. ક્ષમતા કરતા વધુ કારમાં બેસી જતા આ અકસ્માત થયો હોવાનું જાણવા મળે છે.

એર બેગ ખુલવા છતા જીવ ન બચ્યાં
મારૂતિ વાન કારને ફુલ સ્પીડે ઓવર ટેક માર્યા બાદ ટર્નીગ કપાયો ન હતો. જેને લઇને ચાલકે સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર ડીવાયડર સાથે અથડાયને 10થી 15 ફૂટ ઊંચે હવામાં ફંગોળાયને રોંગ સાઇડે પડી હતી. પાંચ જેટલી પલટી મારી હતી. એર બેગ ખુલવા છતાં મોત નિપજ્યા હતાં.

ચારેય મૃતક આશાસ્પદ યુવકો હતા
જિગનેશ હસમુખભાઇ પટેલ (ઉ.વ.28, રહે. રેંટલાવ -ઉદવાડા)

સાગર રાજુભાઇ ધિન્ડે (ઉ.વ. 14, રહે. ઉમરસાડી, પારડી)

સૂરજ રાજુભાઇ હળપતિ (ઉ.વ. 19, રહે. ઉમરસાડી, પારડી)

કૃણાલ રમણભાઇ પટેલ (ઉ.વ. 24, રહે. ઉદવાડા -પારડી)

ઇજા ગ્રસ્તના નામો : જિગનેશ વિનોદ પટેલ (25, પારડી), સંતોષ હળપતિ (રહે. પારડી)

ફર્સ્ટ પર્સન
કાર નિયંત્રણના પ્રયાસ એળે ગયા
માન સરોવર બાર એન્ડ રેસ્ટોરન્ટ પાસે સ્પીડ બ્રેકર ન દેખાતા કાર પરથી કાબુ ગુમાવી દીધો હતો. ત્યારબાદ કાર પણ નિયંત્રણ કરવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમાં સફળતાં મળી ન હતી. જીગ્નેશ પટેલ, ઇજાગ્રસ્ત ,સારણ

ભાસ્કરની પહેલ : જીદ અકસ્માતથી આઝાદીની
દિવ્ય ભાસ્કર દ્વારા દર વર્ષે જીદ અકસ્માતથી આઝાદીનું અભિયાન ચલાવે છે. આ અભિયાન અતર્ગત ખાસ કરીને માર્ગ અકસ્માત અને ફેકટરી અને કંપનીમાં થતા અકસ્માતને રોકવા માટે પ્રયાસ કરે છે. અકસ્માત કેવી રીતે રોકી શકાય અને અકસ્માત બાદ ઓછામાં ઓછી જાનહાની કેવી રીતે થાય એ માટે પ્રયાસ કરાતા હોય છે. દમણના પાતલિયા ખાતે થયેલા અકસ્માતમાં ચાર યુવકોમાં જો નિયમોનું પાલન કરાયું હોત તો કદાચ યુવકોના જીવ બચી શક્યા હોત. દમણ કડૈયાના પીઆઇ શોહિલ જીવાણીના જણાવ્યા મુજબ બેફામ વાહન હંકારવાનું ટાળો, આરટીઓના તમામ નિયમોનું પાલન કરો.

ઝડપની મજા મોતની સજા
ઉદવાડા, પારડવિસ્તારના યુવકો કેટેરર્સનું કામ કરી પરત ફરતા હતા

ડિવાયડર નહીં દેખાતા ચાલકે કાર પરથી કાબુ ઘુમાવ્યો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો