તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આછવણી ક્રિકેટ ટુર્નામેન્ટમાં પટેલ ફળિયા ઇલેવન ચેમ્પિયન બની

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેરગામ | ખેરગામ તાલુકાના આછવણી ગામે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગામના સરપંચ ગણેશભાઈ પટેલ ડેપ્યુટી સરપંચ જયેશભાઇ પટેલ,જીગ્નેશ આહીર સહિત ગામના અન્ય યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું.જેનું ઉદ્ઘાટન ધારાસભ્ય નરેશભાઈ પટેલ,તાલુકા ભાજપ પ્રમુખ ચુનિભાઈ પટેલ,ગામના અગ્રણી અંબેલાલ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.સ્પર્ધામાં 9 જેટલી ટીમોએ ભાગ લીધો હતો.જેમાં તમામ લઇ મેચના અંતે ફાઇનલમાં પટેલ ફળીયા અને આહીર ફળિયાની ટીમ વચ્ચે ટક્કર થઈ હતી.પટેલ ફળીયા ઇલેવાને ટોસ જીતી આહીર ઇલેવવને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.જેમાં આહીર ફળિયાની ટીમે નિર્ધારિત 6 ઓવરમાં 37 રન બનાવ્યા હતા.પટેલ ફળિયાની ટીમે 5.3 ઓવરમાં એક વિકેટના નુકશાને પોતાનું લક્ષ્ય પાર પાડી સ્પર્ધાની વિજેતા ટીમ બનતા તેમના સમર્થકોમાં આનંદ અને ઉત્સાહની લાગણી વ્યાપી ગઈ હતી.ફાઇનલમાં મેન ઓફ મેચ રીંકેશ પટેલ જેણે 15 રન બનાવી બે વિકેટ ઝાડપીને ઓલરાઉન્ડર નો દેખાવ કર્યો હતો.વિજેતા ટીમને ટ્રોફી સહિતના ઇનામો આપવામાં આવ્યા હતા.સ્પર્ધાની મેચ શરૂ થવા પહેલા પુલવામા ના શહિદ જવાનોને મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો