નર્મદામાં મુસાફરો ભરેલી બોટ પલટી જવાની મોકડ્રીલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદા ડેમમાંથી અચાનક પાણીનો જથ્થો છોડવાને લીધે સીસોદરાના ગ્રામજનોને શિનોર લઇ જતી યાંત્રિક બોટ પાણીમાં ડુબી જવાની સર્જાયેલી દુર્ઘટના-રાહત બચાવ કામગીરીનું મોકડ્રીલ કરવામાં આવ્યું હતું. ગ્રામજનોને સાવચેતીનાં પગલા સહિત પ્રાથમિક સારવાર અંગે સમજ અપાઇ હતી.

નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનતંત્ર દ્વારા આજે સવારે જિલ્લાના નાંદોદ તાલુકાના સીસોદરા ગામે નર્મદા નદીમાં સીસોદરા અને શિનોર ગામનાં લોકોની બોટમાં થઇ રહેલી અવર-જવર દરમિયાન સવારે આશરે 8.30 કલાકના સુમારે સરદાર સરોવર નર્મદા ડેમની પાણીની સપાટીમાં ઝડપથી વધારો થતાં એકા એક નર્મદા ડેમમાંથી પાણીનો જથ્થો છોડવાને લીધે 8 થી 10 વ્યક્તિઓને લઇને જતી આ બોટ પાણીના ઝડપી પ્રવાહમાં વહેવા લાગી હતી. અને બોટે તેનું સંતુલન ગુમાવતાં બોટ ડુબી જવાની સર્જાયેલી દુર્ઘટનાં અને ત્યારબાદ રાહત બચાવની કામગીરી અંગેનું સફળ મોકડ્રીલ સિવીલ ડિફેન્સ, ફાયરબ્રિગેડ,તરવૈયાઓની ટૂકડી, હોમગાર્ડઝનાં જવાનો, આપદા મિત્રો, ૧૦૮-એમ્બ્યુલન્સ સેવા વગેરેની ઉપસ્થિતિમાં યોજાયું હતું.

આ મોકડ્રીલમાં એન.ડી.આર.એફ ટીમ દ્વારા સેટેલાઇટ આધારીત સંચાર ઉપકરણો, અંડર વોટર સર્ચ કેમેરા, સોનાર સિસ્ટમ, સ્કુબા સેટ, મોટર સંચાલિત બોટ વગેરે સાધનો ઉપયોગમાં લેવાયાં હતાં.

મોકડ્રીલના અંતે યોજાયેલી બેઠકમાં ડિઝાસ્ટર મામલતદાર એમ.એચ.સોંલકી, ડી.પી.ઓ બંટીશ પરમાર, એન.ડી.આર.એફ. નાં ડેપ્યુટી કમાન્ડન્ટ એ.કે.ચૈાબે હાજર રહયાં હતાં. ગામનાં સરપંચ, તલાટી, ગ્રામજનો સાથે આવી દુર્ઘટનાં ન સર્જાય તે માટે લેવાતાં સાવચેતીના તમામ પગલાંઓ તેમજ દુર્ઘટનાં બાદ હાથ ધરાતી રાહત-બચાવ કામગીરીમાં આવરી લેવાતી બાબતો અંગે પણ વિસ્તૃત સમજ અપાઇ હતી.

નર્મદા જિલ્લામાં ડેમમાંથી અચાનક પાણી છોડવાના કારણે બોટ ડુબવાની ઘટનાનું મોકડ્રીલ યોજાયું હતું. તસવીર - પ્રવિણ પટવારી

અન્ય સમાચારો પણ છે...