તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરમપુરના બીલપુડીના ઉતારા ફળિયા નજીક માર્ગ પરથી પસાર થઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધરમપુરના બીલપુડીના ઉતારા ફળિયા નજીક માર્ગ પરથી પસાર થઈ રહેલી વાન ભડભડ સળગી ઉઠી હતી.

ઝરીયાના પઢેર ફળિયાના વિજય દેવુભાઈ પવાર વાનમાં PUC કરાવવા ધરમપુર તરફ જઈ રહ્યા હતા. બીલપુડી ગામના ઉતારા ફળિયા નજીકથી પસાર થતી વેળાએ વાનના પાછળના ભાગે ધુમાડો નિહાળી તેઓ નીચે ઉતરી પડ્યા બાદ કોઈ કારણસર લાગેલી આગની ચપેટમાં આવેલી વાન ભડભડ સળગી ઉઠી હતી. આ અંગેની થયેલી જાણને લઈ ધરમપુરના PSI પી.પી.બ્રહ્મભટ્ટ સહિત પોલીસે ફાયરવિભાગને જાણ કરી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયરવિભાગના લાશ્કરોએ પાણીનો મારો ચલાવી કાબુમાં લીધેલી આગને લઈ ઉભા થઇ ગયેલા વાહનચાલકો સહિતનાઓએ હાશકારો લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...