તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાર્ક કરેલું કન્ટેનર અચાનક ચાલુ થઇ બસમાં અથડાતાં 20 મુસાફરો ઘવાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢના ઇસ્લામપુરા ટેકરા નજીક સર્વિસ રોડ પર પાર્ક કરેલ એક કન્ટેઇનરના ગીયર આકસ્મિક રીતે ન્યૂટલ થઇ જતા આ કન્ટેઇનર ચાલક વિના જ સર્વિસ રોડ પર દોડવા માંડયું હતું. આ કન્ટેઇનર અંદાજિત 100 મીટર જેટલું ઘસડાયા બાદ ધુલીયાથી સુરત તરફ જતી એક એસ.ટી બસ સાથે ધડાકાભેર અથડાયા બાદ થોડા અંતરે જઈ અટકી ગયું હતું. આ બનાવમાં બસમાં બેસેલા કુલ 20 મુસાફરોને નાનીમોટી ઇજા થઇ હતી જોકે સદનસીબે કોઈ પણ મુસાફરને ગંભીર ઇજા થઇ ન હતી. આ અંગે પોલીસે કન્ટેઇનર ચાલક સામે ગુનો કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી.

આ બનાવ અંગે સ્થળ પરથી મળેલ વિગત મૂજબ મહારાષ્ટ્ર તરફ જઈ રહેલ કન્ટેઇનર નંબર (HR -53 R- 6237) નો ચાલક ગુરુવારે બપોરના સમયે સોનગઢના ઇસ્લામપુરા ટેકરા વિસ્તારમાં આવેલ સર્વિસ રોડ પર પોતાનું કન્ટેઇનર પાર્ક કરી રોડ સાઈડ પર આવેલ હોટલમાં બિરયાની ખાવા માટે ગયો હતો. સર્વિસ રોડ પર થઇ એસટીબસ સહિતના મોટા વાહનો અવારનવાર પસાર થયા કરતા હોય સર્જાયેલા વાઈબ્રેશનના કારણે કન્ટેઇનરનું ગેરબોક્સ ન્યૂટલ થઇ જતા રોડ પર ઉભેલ આ કન્ટેઇનર અચાનક ચાલક વિના ટેકરાથી સોનગઢ તરફ દોડવા માંડયું હતું. આ કન્ટેઇનર અંદાજિત 100 મીટર જેટલું સર્વિસ રોડ પર ઘસડાયા બાદ વૈશાલી સિનેમા સામે આવેલ ...અનુસંધાન પાના નં. 2

અકસ્માત નો ભોગ બનેલ એસ ટી બસ અને ઇજાગ્રસ્ત મુસાફરો.

અડફેટે ચડેલી 3 બાઈકનો પણ ભુક્કો થયો
આ અકસ્માતના બનાવમાં ટેકરા વિસ્તારમાં થયો ચાલક વિના દોડતા કન્ટેઇનરે પ્રથમ હોટલ નજીક પાર્ક થયેલ બે બાઈકને કચડી નાખી એના સ્પેરપાર્ટ્સ છૂટા કરી દીધા હતા. આ પછી કન્ટેઇનર અંડર બ્રિજ નજીક એસટી બસ સાથે અથડાયું હતું અને એ પછી થોડે આગળ એક બાઈકને ટક્કર માર્યા બાદ રસ્તેથી ઉતર્યા બાદ અટકી ગયું હતું.

કન્ટેનર આવતું જોઇ બાઇક પરથી કુદી ભાગ્યો
આ બનાવમાં બસ સાથે થયેલ અકસ્માતના સ્થળથી થોડે દૂર યોગેશભાઈ એન અગ્રવાલ નામના વેપારી પોતાના પરિચિતની રાહ જોતા બાઈક સાથે ઉભા હતા. આ જ સમયે કન્ટેઇનર સામેથી ધસી આવતું નિહાળતા જ એમણે બાઈક સ્થળ પર મૂકી સાઈડ પર કૂદી ગયા હતા અને એ રીતે પોતાનો બચાવ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...