માયાતલાવડીમાં યુવકને કામ પર લઈ જવા બાબતે પિતા-પુત્રને માર મરાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવી તાલુકાના સાલેજ માયાતલાવડીના અંબિકા મહોલ્લામાં રહેતા કાંતાબેન હળપતિ (ઉ.વ. 55)એ ગણદેવી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ મજૂરી કરી ગુજરાન ચલાવે છે. મહોલ્લામાં સંબંધીઓ અજયભાઇ હળપતિ પરિવાર સાથે રહે છે અને ૨મેશભાઇ હળપતિ પણ રહે છે. રમેશભાઇ હાલમાં બોટ પરથી ઘરે પરત આવ્યા હતા. કાંતાબેનના પતિ ભગુભાઈ અને તેમનો પુત્ર રવિવારે રમેશભાઈને ચીકુ પાડવાની મજુરી કામે લઈ ગયા હતા. અજયભાઇ ઉશ્કેરાઈ કાંતાબેનના પુત્ર રાજુભાઇને ગાળો આપી તમો કેમ રમેશભાઈને કેમ કામે લઈ ગયેલા એમ કહી બેથી ત્રણ ફટકા રાજુને માર્યા હતા. એ વખતે ભગુભાઇ હળપતિ દોડી આવતા તેમને અજયનો પુત્ર ગણેશ ઉર્ફે શિવુએ લાકડાથી ફટકો માર્યો હતો. કાંતાબેન છોડાવવા જતા ધક્કો મારી દીધો હતો. લોકો દોડી આવતા અજયભાઈ અને ગણેશ ઉર્ફે શિવુએ આજે તમે બચી ગયા, બીજી વખતે મારી નાંખીશું એવી ધમકી આપી જતા રહ્યા હતા. ઈજાગ્રસ્ત રાજુ અને ભગુભાઈને સારવાર માટે લઈ ગયા હતા. કાંતાબેન હળપતિએ ગણદેવી પોલીસમાં અજય હળપતિ અને ગણેશ ઉર્ફે શિવું હળપતિ સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...