તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બારડોલી સાઈ મંદિરનો પાટોત્સવ 14 એપ્રિલે ઉજવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | બારડોલીના લીમડા ચોક નજીક આવેલા શાક માર્કેટમાં આવેલી ગાંધી કોલોની સ્થિત સાઈનાથ બાબા મંદિરનો 9મો પાટોત્સવ રવિવારે 14મી એપ્રિલે ઉજવાશે. સવારે 6.00 કલાકે કેસર સ્નાન, 6.30 કલાકે પાદુકા પૂજન, બાદ આરતી યોજાશે. 8.30 કલાકે શાંતિયજ્ઞ બાદ બારડોલી નગરમાં પાલખીયાત્રાનું આયોજન કરાયું છે. સાંજે 6.00 કલાકે સમૂહ આરતી અને મહાપ્રસાદનું આયોજન કરાયું છે. રાત્રે 9.00 કલાકે લોકડાયરાની રમઝટ જામશે.

અન્ય સમાચારો પણ છે...