તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પારડીમાં કારનો કાચ તોડી રોકડ અને દસ્તાવેજની ચોરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડીના મોતીવાડા ગામે હાટબજારમાં ખરીદી કરવા આવેલા કીકરલાના પરિવારની પાર્ક કરેલી કારમાંથી કાચ તોડી કોઈ ઈસમ રોકડ અને દસ્તાવેજ ભરેલી બેગ ચોરી ગયું હતું.

કીકરલા ગામે પટેલ ફળિયા ખાતે રહેતા હિમાંશુભાઈ ધીરુભાઈ સુરતી મંગળવારે પરિવાર સાથે મંગળવારે કાર લઈ મોતીવાડા હાટબજારમાં ખરીદી કરવા રોકાયા હતા અને તેમણે પોતાની કારને હાટબજાર નજીક માર્ગ પર પાર્ક કરી હતી પરત આવે તે પહેલા તેમની કારના પાછળના ડાબી સાઈડના દરવાજાના કાચ તોડી કોઈ ચોરી ઈસમ કારમાંથી બેગ ચોરી ગયું હતું. ચોરાયેલી બેગમાં બેંકની એફડી સર્ટીફીકેટ, કારની આરસીબુક, સ્માર્ટ કાર્ડ, બેંકની પાસબુક ચેકબુક, આધાર કાર્ડ, પાનકાર્ડ તેમના દીકરાની હોસ્પિટલની ફાઈલ તેમજ રોકડ રૂપિયા 15000 બેગમાં હતા. જે બેગની ચોરી થતા તેઓએ પારડી પોલીસ મથકે પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...