પારડી|પારડી કુમાર શાળા ના મેદાનમાં પારડી ભંડારી સમાજ દ્વારા એશિયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડી|પારડી કુમાર શાળા ના મેદાનમાં પારડી ભંડારી સમાજ દ્વારા એશિયા કપ 4 ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. પગુ પ્લાસ્ટર ટીમ નો ફાઈનલ મેચમાં વિજય થયો હતો. અહીં ભંડારી સમાજ દ્વારા યોજાયેલ એશિયા કપ 4 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉમરસાડી કોટલાવ પારડી ત્રણ ગામોની આઠ ટીમોએ ભાગ લીધો હતો. પગુ પ્લાસ્ટર અને ઉન્નતી વોરીયસ વચ્ચે ફાઇનલ મુકાબલો યોજાયો હતો જે ફાઇનલ મુકાબલામાં ઉન્નતી વોરીયસ ટીમ સામે પગુ પ્લાસ્ટર ટીમનો વિજય થયો હતો વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના પ્રમુખ દિનેશભાઈ પટેલ દ્વારા ટુર્નામેન્ટને ટ્રોફી અપાઇ હતી.જિલ્લા ભાજપ યુવા પ્રમુખ ચેતન ભંડારી.ભંડારી સમાજના પ્રમુખ જયંતીભાઇ ભંડારી, અજીતભાઈ ભંડારી ભરતભાઈ ભંડારી ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...