તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિવાર અને જાતિવાદથી ઉપર આપણો પક્ષ કામ કરે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુરે સોમવારે દમણ અને સેલવાસની મુલાકાતે આવ્યા હતાં. દમણ અને સેલવાસમાં ભાજપના કાર્યકર્તાને સંબોધ્યું હતું. તેઓએ અનેક મુદ્દે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને યુપીએ સરકારની નિષ્ફળતાને લોકો કાર્યકર્તાઓ સમક્ષ મૂકી કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી.મહત્વપૂર્ણ છે કે 2014ની ચૂંટણીમાં દાનહમાં લોકસભા બેઠક પરથી ભાજપે જીત મેળવી હતી. દમણમાં કાર્યકરોને સંબોધતા તેમણે કહ્યું હતું કે, આપણે પરિવારવાદ , જાતિવાદ અને પ્રાંતવાદથી ઉપર ઉઠીને કામ થઇ રહ્યું છે. જેથી પ્રધાનમંત્રીના સબકા સાથ, સબકા વિકાસ મંત્ર ચરિતાર્થ થઇ રહ્યો છે. દમણ બેઠકમાં લોકસભાના ઉમેદવાર લાલુભાઇ પટેલ, પ્રદેશ પ્રમુખ ગોપાળ ટંડેલ, દમણ જિલ્લા ભાજપ પ્રમુખ દિપેશ ટંડેલ સહિત કાર્યકરો હાજર રહ્યા હતાં. જયારે સેલવાસ બેઠકમાં ભાજપના ઉમેદવાર નટુભાઈ પટેલ, દાનહ પ્રભારી રઘુનાથ કુલકર્ણી, પૂર્વ સાંસદ સીતારામ ગવલી, પ્રદેશ પ્રમુખ હસમુખ ભંડારી, નેતા ફતેહસિંહ ચૌહાણ, ડો.છત્રસિંહ ચૌહાણ, સેલવાસ પાલિકા અધ્યક્ષ રાકેશસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ અજય દેસાઈ સહિત પ્રદેશ ભાજપના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...