તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમરગામ રેલ્વે સ્ટેશને લોકશક્તિ એક્સ્પ્રેસ ટ્રેનનું સ્ટોપેજની વિધિવત જાહેરાત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઉમરગામ રેલ્વે સ્ટેશને લોકશક્તિ એક્સ્પ્રેસ ટ્રેનનું સ્ટોપેજની વિધિવત જાહેરાત થયા બાદ રવિવારની રાત્રિ ના 10 વાગ્યાના સમયે મુંબઈ થી અમદાવાદ તરફ જતી લોકશક્તિ એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજની શરૂઆત થનાર છે ત્યારે યુઆઇએની રજૂઆતને મળેલી સફળતાથી ઉદ્યોગપતિઓમાં ભારે આનંદ જોવા મળી રહિયો છે. યુઆઇએ દ્વારા સોસિયલ મીડીયાના માધ્યમથી દરેક ઉધ્યોગપતિઓને રવિવારની રાત્રિના 9 વાગ્યે ઉમરગામ રેલવે સ્ટેશન ખાતે લોકશક્તિ ટ્રેનના સ્વાગત કરવા માટે ઉપસ્થિત રહેવા જણાવાયું હતું. રેલ વિભાગે પ્રાયોગિક ધોરણે લોકશક્તિ એક્સ્પ્રેસ ટ્રેનનું સ્ટોપેજ ફળવ્યું છે જે ઉમરગામ સ્ટેશન ખાતે રાત્રિના 10:13 કલાકે ઊભી રહેશે તેમજ અમદાવાદ તરફથી પરત થતી વેળા સવારે 3:30 વાગ્યે ઊભી રહેશે. આ ટ્રેનનું સ્ટોપેજ મળ્યા બાદ લોકો આ ટ્રેનનો વધુને વધુ ઉપયોગ કરે જેથી કરીને રેલ વિભાગ દ્વારા પ્રાયોગિક ધોરણે શરૂ કરાયેલ સ્ટોપેજ કાયમી કરે તે દિશામાં પણ યુઆઇએ દ્વારા લોકોને ખાસ કરીને ઉધ્યોગપતિઓને લોકશક્તિ એક્સ્પ્રેસ ટ્રેનનું સ્ટોપેજ અંગે જાણકારી અને તેનો વધુને વધુ વપરાસ કરવા માટે જાગૃતિ કેળવાય તે દિશામાં પ્રયત્નો શરૂ કરી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો