તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરત જિલ્લાના બધા ટ્યુશન ક્લાસીસ બંધ રાખવા આદેશ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારત સરકાર અને વલ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની માર્ગદર્શિકાઓને ધ્યાનમાં લઈ કોરોના વાયરસનો ચેપ ફેલાય નહિ તે અટકાવવા માટે સુરત જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.ડી.વસાવાએ એક જાહેરનામા દ્વારા સમગ્ર જિલ્લામાં વ્યાવસાયિક અને રહેણાંક વિસ્તારોમાં ચાલતા તમામ ટયુશન/કોચિંગ કલાસીસના શૈક્ષણિક કાર્ય કરવા ઉપર તા.19/3/2020 થી તા.29/3/2020 સુધી સંપુર્ણપણે પ્રતિબંધ ફરમાવ્યો છે. આ સમય દરમિયાન રાજય સરકારની સૂચનાઓનું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે. આગામી રાજય સરકારની સૂચનાઓ પછી તેઓને કાર્યરત થવા દેવામાં આવશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. હુકમ સુરત જિલ્લા(ગ્રામ્ય) તમામ પોલીસ મથકો અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે ઈ.પી.કો.કોલમ-૧૮૮ મુજબ ફરીયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...