Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઉમરગામ તાલુકાના દમણગંગા ખાડી નજીક વલવાડા ને.હા.48 પાસે ખુલ્લી
ઉમરગામ તાલુકાના દમણગંગા ખાડી નજીક વલવાડા ને.હા.48 પાસે ખુલ્લી જમીનના ખાડા માં બે દિવસ પૂર્વે પેપર મિલનો સોલિડ વેસ્ટ ઠાલવવામાં આવ્યો હતો. સોમવારે સરીગામની જીપીસીબી ટીમ તપાસમાં પહોંચે તે પહેલાં જ વેસ્ટનો બારોબાર નિકાલ કરી દેવામાં આવતાં સરીગામ જીપીસીબી ટીમ ખાલી હાથે પરત ફરી હતી.
ઉમરગામ તાલુકાના વલવાડા ને.હા. 48 પાસે શનિવારે ખુલ્લી જમીનના ખાડામાં પપેરમિલનો સોલિડ વેસ્ટ ઠાલવામાં આવ્યો હતો. જમીન પર ઠાલવાતા વરસાદી સોલિડ વેસ્ટ ભૂગર્ભમાં જવાને લઈ લોકો માં ફડફડાટ ફેલાઈ હતો. વેસ્ટ ઉઠાવવાનો ધીકતો ધંધો કરતો શખ્સ દ્વારા આ કામગીરી કરાઇ હોવાનું લોકોમાં ચર્ચા ચાલી રહી છે. જો કે આ અંગે ભારે વિરોધનો સુર ઉઠતા સમય પારખી જઇ શખ્સ દ્વારા તાત્કાલિક સોલિડ વેસ્ટન લીધો હતો. આ વેસ્ટનો જથ્થો સરીગામ કે નજીકના એસ્ટેટની પેપરમિલનો હોવાનું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ને.હા 48 નજીક તથા દમણગંગા ખાડી પાસે લોકો ની નજર સમક્ષ કામગીરી થતાં શખ્સને સરકારી તંત્ર સાથે રાજકીયઓ નું પીઠબળ મળતું હોવાની આશંકા ઉભી થઇ છે. સરીગામ જીપીસીબી દ્વારા જમીન માલિકની પૂછપરછ કરી સોલિડ વેસ્ટ કંઈ કંપનીમાંથી ઉઠાવી કોણે ઠાલવ્યું તેની તપાસ જરૂરી બને છે. જીપીસીબી તળિયાઝાટક તપાસ કરો આ રેકેટ બહાર આવી શકે તેમ છે. સ્થાનિક ઔૈદ્યોગિક એસોશિયન પણ આવા એકમોને તાકીદ કરે તેવી માગ પર્યાવરણવાદી અને ખેડૂતો કરી રહ્યાં છે.
ભૂતકાળમાં સરીગામ વિસ્તારની કેટલીક કંપનીના વેસ્ટ વાપીના ગ્રામ્ય વિસ્તરમાં ઠાલવવાનું ષડયંત્ર પણ બહાર આવ્યુ હતું.આમ કંપનીના વેસ્ટનો નિકાલ કરનારી એક ચોક્કસ ગેંગ સક્રિય હોવાનંુ મનાય છે.