બાગયતી ખેતી કરતા ખેડૂતોને સહાય માટે ઓનલાઇન અરજી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાપી જિલ્લાના બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતો બાગાયતના વિવિધ ઘટકોમાં સહાય અર્થે તા. ૩૧/૦૫/૨૦૧૯ સુધીમાં ઓનલાઇન અરજી ikhedut.gujarat.gov.in પોર્ટલ ઉપર અરજી કરી શકશે. બાગાયતના હાલમાં કુલ-૧૧૪ ઘટકોમાં ઓનલાઇન અરજી કરી શકાશે. ઓનલાઇન અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢી અરજીમાં દર્શાવેલ સાધનિક કાગળો સાથે અરજી દિન-૭માં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, પ્રથમ માળ, ખેડૂત તાલીમ કેન્દ્ર, ઉનાઇ રોડ, વ્યારા ખાતે સાદી ટપાલ અથવા રૂબરૂમાં પહોંચતી કરવાની રહેશે. અરજી કરતી વખતે મોબાઇલ નંબર અવશ્ય લખવો જેથી અરજીને લગતા તમામ મેસેજ મોબાઇલ પર મળી રહે. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરીના ફોન નં. ૦૨૬૨૬-૨૨૧૪૨૩ ઉપર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામક, વ્યારા-તાપી તરફથી જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...