તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માલેગામ ઘાટ પર ડુંગળી ભરેલી ટ્રક પલટી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગ જિલ્લાના સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના માલેગામ ઘાટમાર્ગમાં ડુંગળીનો જથ્થો ભરેલી ટ્રક પલટી મારી જતા ઘટનાસ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

ઘટનાસ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ શનિવારે મળસ્કે મહારાષ્ટ્રના પુના તરફથી ડુંગળીનો જથ્થો ભરી અમદાવાદ તરફ જઈ રહેલી ટ્રક (નં. એમએચ-12-આરએન-2732) સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના સાપુતારા-માલેગામ ઘાટમાર્ગના યુટર્ન વળાંકમાં ચાલક દ્વારા અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટ્રક પલટી મારી ગઈ હતી. ટ્રક પલટી જતા અકસ્માતસ્થળે ડુંગળીનો જથ્થો વેરવિખેર થઈ ગયો હતો. આ બનાવમાં ચાલક અને ક્લીનરને નાની મોટી ઈજા પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે સાપુતારા પીએચસી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.

માલેગામ ઘાટમાર્ગના યુટર્ન વળાંકમાં પલટી ગયેલી ડુંગળીનો જથ્થો ભરેલી ટ્રક.

અન્ય સમાચારો પણ છે...