તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વન વ્હીકલ, વન ટ્રી : ડ્રાઇવિંગ ટેસ્ટ આપનારને દમણ RTO છોડ આપશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકાર દ્વારા નવા એમવી એક્ટ લાગુ કરીને અકસ્માત રોકવાનો પ્રયાસ કરી રહી છે તો બીજી તરફ સંઘપ્રદેશ દમણ આરટીઓ વિભાગ દ્વારા ખાસ કરીને યુવા વર્ગમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે એ આશયથી એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે. લાઇસન્સ મેળવવા આવતા દરેક ચાલકને ડ્રાઇવિંગ ટેસ્ટ પુરી કર્યા બાદ એક કુંડા સાથે એક છોડ અપાશે.

પ્રશાસક પ્રફુલ પટેલના દૂરગામી દ્દષ્ટિકોણથી દમણના ટ્રાન્સપોર્ટ સેક્રેટરી દાનિક અશરફના માર્ગદર્શનમાં દમણ આરટીઓ વિભાગ દ્વારા પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વન વ્હીકલ, વન ટ્રીનું અભિયાન શરૂ કરાયું છે. દમણ આટીઓ વિભાગ દ્વારા હવેથી લાઇસન્સ મેળવવા આવનારા દરેક ચાલકને ડ્રાઇવિંગ ટેસ્ટ પુરી કર્યા બાદ એક છોડનું વિતરણ કરશે અને તેનું વાવેતર કરીને ઉછેરની જવાબદારી સોંપશે. પ્રશાસન દ્વારા અપાયેલા દિશા નિર્દેશને લઇને આરટીઓ વિભાગ દ્વારા દરેક નવા લાઇસન્સ ધારકને એક વૃક્ષ ઉછેર કરવાની જવાબદારી આપી રહી છે.

જળ સંકટથી બચવા પર્યાવરણ જરૂરી
 PM જળ સંકટને લઇને ગંભીર છે, તેમણે દરેક પ્રદેશમાં જળ સંચય પ્રત્ય ગંભીરતા દાખવીને દરેક સાથે મળીને કામ કરે જેથી કરીને આવનારી પેઢીને જળ સંકટનો સામનો કરવો ન પડે. આ આશયને ધ્યાનમાં રાખીને જળ સંકટની સાથે પર્યાવરણની સુરક્ષા પણ એટલી જ જરૂરી હોવાથી વન વ્હીકલ, વન ટ્રીનું અભિયાન ચલાવાય રહ્યું છે. દાનિશ અશરફ, સેક્રેટરી, ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ, દમણ

અન્ય સમાચારો પણ છે...